Homeરાષ્ટ્રીયપોલીસ કાર્યવાહી માટે આદેશની રાહ ન જૂએ, રાજ ઠાકરે વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી:...

પોલીસ કાર્યવાહી માટે આદેશની રાહ ન જૂએ, રાજ ઠાકરે વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી: મુંબઈ

-

Mumbai: પોલીસ કાર્યવાહી માટે આદેશની રાહ ન જૂએ રાજ ઠાકરે વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી- મુંબઈ. મહારાષ્ટ્રમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર Loud Speaker હટાવી લેવાનો અલ્ટીમેટમ આપી સરકાર સામે બાંયો ચઢાવનાર મનસે (MNS) ના રાજ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. ગત રવિવારના રોજ મનસે દ્વારા આયોજીત રેલીમાં નિયમોના ઉલ્લંઘન સબબ આયોજકો અને રાજ ઠાકરે વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં મનસેના સુપ્રીમો રાજ ઠાકરે Raj Thackrey પર રેલી દરમિયાન 16 માંથી 12 નિયમો તોડવાનો આક્ષેપ લગાવ્યો છે. જેમાં ઉશ્કેરણીજનક ભાષણ તેમજ નિર્ધારીત કરતા વધારે સંખ્યામાં મેદની એકઠી કરવાનો પણ આરોપ છે.

આ કેસ મામલે મહારાષ્ટ્રમાં મનસેના કાર્યકરોની ધરપકડ શરૂ થઈ હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ગત 4 મેના રોજ મનસેના કાર્યકરોને મસ્જિદો પરતી લાઉડસ્પીકર પરથી હટાવવામાં નહીં આવે તો વધારે અવાજમાં હનુમાન ચાલીસા વગાડવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કાર્યકરોને રાજ ઠાકરેને આ પ્રકારના નિર્દેશ બાદ મહારાષ્ટ્ર ભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા પણ પોલીસને છુટો દોર આપી દેવાયાના અહેવાલ છે. તેમણે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે કોઈના આદેશની રાહ જોવાની નથી.

અહેવાલો મળી રહ્યાં છે કે, મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આઈપીસીની કલમ 149 મુજબ નોટીસ આપી છે. પોલીસે મંગળવારના રોજ માહિતી આપી હતી કે એક મહિના દરમિયાન શહેરની 1144 મસ્જિદોમાંથી 803 મસ્જિદોને નિયમો અનુસાર લાઉડસ્પીકર લગાવાવ મંજૂરી મેળવી છે.

મુંબઈ પોલીસે રાજ ઠાકરેના લાઉડસ્પીકરના અલ્ટીમેટમ બાદ મોટો ખુલાસો કર્યો છે કે, 4 મેના દિવસે અરાજકતા ફેલાવવા બહારથી માણસો આવવાના હતા. જેના પગલે પોલીસે કલમ 149 હેઠળ કુલ 855 લોકોને નોટીસ પાઠવી છે, જે પૈકીના 465 વ્યક્તીને સી.આર.પી.સી.ની  કલમ 144 હેઠળ 15 દિવસ માટે મુંબઈ બહાર મોકલી દેવાયા છે. જ્યારે કલમ 151 હેઠળ 94 વ્યક્તીને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.

Must Read