Homeરાજકારણબળવાખોર 15 ધારાસભ્યોને Y પ્લસ સુરક્ષા ફાળવતી કેન્દ્ર સરકાર: મહારાષ્ટ્ર રાજકીય સંકટ

બળવાખોર 15 ધારાસભ્યોને Y પ્લસ સુરક્ષા ફાળવતી કેન્દ્ર સરકાર: મહારાષ્ટ્ર રાજકીય સંકટ

-

મુંબઈ : મહારાષ્ટ્ર રાજકીય સંકટ બાદ બે દિવસથી સત્તાનો સંગ્રામ હિંસક બનતો જાય છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના કાર્યાલય અને એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેના થાણે સ્થિત કાર્યાલય પર હુમલા થયા હતા. બાદમાં ગતરોજ સંજય રાઉતે પણ ચેતવણીના સ્વરે શિવસૈનિકોના ગુસ્સાની ગર્ભિત વાત કરી હતી. ત્યારે આજરોજ શિવસેનાના શિંદે જૂથ સાથે ગયેલા 15 બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y પ્લસ સુરક્ષા આપી છે.

કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના શિંદે જૂથના ધારાસભ્યોને Y પ્લસ સુરક્ષા આપતા તેમના ઘર પર CRPFના જવાનો તૈનાત કરી દેવાયા છે. આ નિર્યણ મહારાષ્ટ્રના શિવસૈનિકોએ બળવાખોર ધારાસભ્યોના કાર્યાલય પર કરેલા હુમલા બાદ લેવાયો છે.

બીજી તરફ 16 ધારાસભ્યો અયોગ્તાની નોટિસને પગલે સુપ્રીમ કોર્ટના દ્વારે જવા નિર્ણય પર આવ્યા છે. ત્યારે બળવાખોર જૂથના ધારાસભ્યો પણ શિવસેનાના ધારાસભ્ય દળના નેતાના નિર્ણય મામલે કાયદાની શરણે જશે.

ઉલ્લેખનીય છે કે, શિવસેનામાં તડાં અને રાજકીય સંકટ બાદ મહારાષ્ટ્રના રાજકારણની ગતિ વધી ગઈ છે. શિવસૈનિકો દ્વારા મુંબઈમાં શિવસેનાના કાર્યાલય ‘સામાના’ બહાર બળવાખોર ધારાસભ્યોના વિરોધમાં બાઈક રેલીનું આયોજન કર્યું હતું. જ્યારે મંત્રી અને બળવાખોર નેતા એકનાથ શિંદે જૂથના સમર્થકોએ થાણેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પોસ્ટર પર કાળો રંગ લગાવ્યો હતો.

Must Read