Sunday, May 15, 2022

ડૉન દાઉદની બહેન હસિના પર ઈડીના દરોડા, નેતાઓના નામ સામે આવે તેવી ચર્ચા

Mumbai news in Gujarati : મહારાષ્ટ્રના મુંબઈથી એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં અંડરવર્લ્ડ Underworld Don Daud Ibrahim સાથે જોડાયેલા લોકોના ઘર ED ના દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. કેટલાક અહેવાલો પર દાવો કરવામાં આવ્યો છે કે આ મામલે મહારાષ્ટ્રના એક નેતા પર પણ ED ની નજર છે.

અહેવાલો પરથી મળતી માહિતી મુજબ મુંબઈમાં મની લોન્ડ્રીંગ મામલે ED એ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બેહન હસીના પાર્કરના (Hasina Parkar) ઘરે ED એ કાર્યવાહી કરી છે. ગેંગસ્ટર દાઉદ અને તેની બહેન તેમજ કેટલાક અન્ય લોકોનું મની લોન્ડ્રીંગ મામલે કેસમાં જોડાયેલ હોવાના અહેવાલ છે.

એવું શું થયુ કે ખેડૂતો ડુંગળીથી ક્રિકેટ મેચ રમી વિરોધ કરવા મજબૂર બન્યા ?

મળતા અહેવાલો મુજબ કેટલાક નેતાઓ અને ડી કંપની સાથે કનેકશન ધરાવતા લોકો પર પણ દરોડા કરવામાં આવી રહ્યા છે. આવા લોકો અને નેતાઓ પર કથિત રીતે ગેરકાયદેસર સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે.

Mumbai દાઉદની બહેન હસિના Hasina parkar પર ઈડીના દરોડા

આ સમગ્ર મામલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે. જેમાં શિવસેના સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે, જો ED પાસે કોઈ માહિતી હોય તે દેશની સુરક્ષા માટે કાર્ય કરી શકે છે. પરંતુ ગુજરાતમાં દેશનો સૌથી મોટો બેંક ગોટાળો થયો છે તેને દબાવવા માટેની કોશીશ ચાલી રહી છે ? 2 વર્ષમાં આ મામલે એફ.આર.આઈ. પણ દાખલ ન થઈ અને મુખ્ય આરોપી કેવી રીતે ભાગી નિકળા એ ચિંતાનો વિષય છે.

ઈ.ડી.ના અધિકારીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે, કુલ દસ જગ્યાઓ પર ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લોન્ડ્રીંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે. આ કાર્યવાહી NIA દ્વારા તાજેતરમાં નોંધાયેલી એક ફરિયાદ અને અન્ય એજન્સીના ઈનપુટ્સ પર આધારીત છે.

ઈ.ડી. દ્વારા ચાલી રહેલી આ કાર્યવાહીમાં મોટા ગજાના રાજકારણીઓની ચર્ચા સામે આવતા રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે અધિકારીઓએ નેતાના નામનો ખુલાસો કર્યો નથી. હાલ માત્ર તપાસ ચાલી રહી છે

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...