Homeરાષ્ટ્રીયજેકલીન ફર્નાન્ડીઝ પર EDની કાર્યવાહી: 'મહાઠગ' સુકેશ ચંદ્રશેખરે મોકલેલી 7 કરોડની ભેટ...

જેકલીન ફર્નાન્ડીઝ પર EDની કાર્યવાહી: ‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખરે મોકલેલી 7 કરોડની ભેટ જપ્ત

-

મુંબઈ Mumbai : જેકલીન ફર્નાન્ડીઝ પર ED ની કાર્યવાહી: ‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખરે મોકલેલી 7 કરોડની ભેટ જપ્ત. ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) શનિવારે એક મોટી કાર્યવાહી કરી છે. ઈ.ડી. એ મની લોન્ડરીંગ કેસમાં બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની કરોડો રૂપિયાની ગિફ્ટ્સ અને સંપત્તિ જપ્ત કરી છે. આ ગિફ્ટ્સ જેલમાં બંધ ‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખરી મોકલી હતી. માહિતી મળી રહી છે કે ઈ.ડી. દ્વારા જેક્લીનની 7.12 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે.

રેનબક્સી કંપનીના પૂર્વ પ્રમોટર્સ સથે રૂપિયા 200 કરોડની છેતરપિંડીના આરોપી સુકેશ ચંદ્રશેખરે જેક્લીનને ગિફ્ટ્સ આપી હતી. આ મામલે આક્ષેપ છે કે 200 કરોડની છેતરપિંડીની રકમમાંથી 5.71 કરોડની ગિફ્ટ તેને જેક્લીનને મોકલી હતી. સાથે જ ઈડીનો આરોપ છે કે, સુકેશ દ્વારા જેક્લીનના પરિવારના કેટલાક લોકોને પણ 1.72 મિલિયન ડૉલર તેમજ 26.740 ઓસ્ટ્રેલિયન ડૉલર પણ આપ્યા હતા. આ મામલે જેક્લીની પુછપરછ પણ કરવામાં આવી છે. અગાઉ આ મામલે ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી પણ પ્રકાશમાં આવી હતી. તેને પણ આ મામલે ઈ.ડી. પાસે નિવેદન આપવું પડ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં પણ સુકેશ ચંદ્રશેખર સાથેની જેક્લીન ફર્નાન્ડીઝની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. જેના કારણે બંને વચ્ચે ગાઢ સબંધ હોવાની પણ ચર્ચાઓ ચાલી હતી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...