આજના તાજા સમાચાર, Latest News Gujarat Gandhinagar : રાજ્યમાં સરકારી નોકરીની ભરતી Government jobs in Gujarat 2022 માટે મોટી સંખ્યામાં ઉમેદવારો રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં 2 ભરતી Jobs 2022 ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત વિભાગની આ ભરતીમાં મુખ્ય સેવિકાઓ અને ગ્રામ સેવકની ભરતીની જાહેરાત થઈ છે.
Government Jobs Gujarat 2022 Mukhya Sevika તથા Gram Sevakની ભરતીની જાહેરાત
ગુજરાત પંચાયત વિભાગ GPSSB ની થયેલી 2 ભરતી ની જાહેરાતમાં મુખ્ય સેવિકાની (Mukhya Sevika Gujarat Bharti 2022) 225 જગ્યાઓ પર તેમજ ગ્રામ સેવકની 1571 Gram Sevak Gujarat Bharti 2022 જગ્યાઓ ભરવાની જાહેરાત થઈ છે. ભરતીની જાહેરાત થયા લાંબા સમયથી રાહમાં બેઠેલા ઉમેદવારોને મહદ અંશે રાહત થશે તેવી શક્યતા છે. ઉમેદવારો આ બંને ભરતીના ફોર્મ 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ભરી શકશે. આ ભરતીની માહિતી આપતા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ ભરતીમાં કેટલી બેઠકો અનામત રહેશે અને ક્યારે ફોર્મ ભરી શકાશે ?
- માજી સૈનિક માટે 143 જગ્યા અનામત
- સામન્ય વર્ગની મહિલા માટે 216 જગ્યા અનામત
- EWS ની મહિલાઓ માટે 45 જગ્યા અનામત
- SEBC ની મહિલાઓ માટે 120 જગ્યા અનામત
- અનુસૂચિત જાતિની મહિલાઓ માટે 32 જગ્યા અનામત
- અનુસૂચિત જન જાતિ માટેની મહિલાઓ માટે 96 જગ્યા અનામત
- 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
કેવી રીતે કરી શકાશે અરજી અને કઈ છે વેબસાઈટ ?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરના પરીપત્ર મુજબ પંચાયત સેવા વર્ગ 3ની ભરતી માટે જાહેરાત કરાઈ છે. જેમાં ઉમેદવારો 30 માર્ચ 2022 થી 15 એપ્રિલ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. જેના માટે ઓજસ વેબસાઈટ OJAS પર જે તે ભરતીને અનુરૂપ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
સાથે જ સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટ વિગતવાર જાહેરાત પાછળથી નોટીસ બોર્ડ પર તેમજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ GPSSB Website પર મુકવામાં આવશે.