Homeજાણવા જેવુંત્રણ અનાથ બાળકો જેઓ પોતાની કમનસીબી સામે જંગ લડી અધિકારી બન્યા

ત્રણ અનાથ બાળકો જેઓ પોતાની કમનસીબી સામે જંગ લડી અધિકારી બન્યા

-

એક મા-બાપ જ છે જે તેમના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય માર્ગ તૈયાર કરે છે. જ્યાં સુધી બાળક બુદ્ધિશાળી ન બને ત્યાં સુધી તેને માતા-પિતા જ સમજાવે છે કે કેવી રીતે આગળ વધવું, પરંતુ જેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી તેનું જીવન કેવી રીતે સારું રહેશે. આવા કેટલાય અનાથ બાળકો લાચાર આંખોથી પોતાનું ભવિષ્ય અંધકાર તરફ જતા જોતા રહે છે.

પરંતુ આવા કેટલાક બાળકોએ જીવનની મુશ્કેલીઓમાં હાર ન માની અને માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા છતાં પોતાનો રસ્તો બનાવ્યો અને સફળતા મેળવી. તો ચાલો આજે જાણીએ આવા જ કેટલાક અનાથ દીકરાઓ વિશે, જેમણે અનાથ હોવા છતાં પોતાનું નસીબ જાતે જ ઘડ્યુ છે.

મોહમ્મદ અલી શિહાબ -Muhammad ali shihab

કેરળના મલપ્પુરમ જિલ્લાના એડવાન્નપારા ગામમાં જન્મેલા મોહમ્મદ અલી શિહાબના માથા પરથી પિતાની છત્રછાયા 1991માં ખોવાઈ ગઈ. ગરીબીને કારણે પોતાના બાળકોને ખવડાવી ન શકતા શિહાબની માતાએ તેમને અનાથ આશ્રમમાં મૂકી દીધા. અનાથ આશ્રમમાંથી જ શિહાબને પણ એક રસ્તો મળ્યો જેણે તેનું આખું જીવન જ બદલી નાખ્યું.

muhammad ali shihab IAS
Muhammad ali shihab IAS Credit -Punjab Kesari

શિહાબ આ અનાથ આશ્રમમાં 10 વર્ષ સુધી રહ્યા હતા. અહીં રહીને તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો. અહીં રહેતી વખતે તેમણે જે શિસ્ત શીખી હતી તેનાથી તેના જીવનમાં ઘણી મદદ મળી હતી. અહીં રહીને શિહાબે પોતાને એટલા મજબૂત બનાવ્યા કે UPSC પાસ કરવા ઉપરાંત તેમણે વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા લેવામાં આવતી 21 પરીક્ષાઓ પણ પાસ કરી.

Viral Video નદીમાં ડૂબતી મહિલાને બચાવતા સ્થાનિક નાવિકો…

અબ્દુલ નસર -Abdul nasar IAS

અબ્દુલ નસર બહુ જાણીતું નામ નથી પરંતુ તેમના જીવનના સંઘર્ષ અને સફળતામાંથી ઘણું શીખી શકાય છે. જ્યારે અબ્દુલ તેના છ ભાઈ-બહેનોમાં સૌથી નાના, પાંચ વર્ષના હતા, ત્યારે તેના પિતાનું અવસાન થયું. ગરીબીને કારણે તેની માતાએ તેને અનાથ આશ્રમમાં છોડી દીધો હતો.

abdul nasar ias
abdul nasar ias Credit -Breads Bangalore

થોડા વર્ષો પછી માતાનું પણ અવસાન થયું. અબ્દુલ અનાથ હતો પરંતુ આ દુ:ખ તેની ભાવના તોડી શક્યું નહીં અને તેણે ભણવાનું ચાલુ રાખ્યું. અનાથ આશ્રમમાંથી અભ્યાસ કરીને તેણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને 2006માં UPSC પરીક્ષા પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બન્યા. 2017માં તેઓ કોલ્લમ જિલ્લાના કલેક્ટર બની ગયા.

IAS અધિકારી બનીને બધાની બોલતી બંધ કરી દીધી – જાણો

કિંજલ સિંહ -Kinjal singh

5 જાન્યુઆરી 1982ના રોજ યુપીના બલિયામાં જન્મેલી કિંજલ સિંહ 5 વર્ષની ઉંમરે ત્યારે અનાથ બની જ્યારે તેના પિતા કેપી સિંહની હત્યા નાખવામાં આવી . કિંજલની માતાએ પિતાના મૃત્યુના 6 મહિના બાદ બીજી પુત્રીને જન્મ આપ્યો હતો. કોઈક રીતે માતાએ તેની પુત્રીઓને ઉછેરવાનું શરૂ કર્યું.

kinjal singh
kinjal singh Credit-IFORHER,HMWSSB

તેણે પહેલેથી જ વિચાર્યું હતું કે તે તેની બંને દીકરીઓને IAS ઓફિસર બનાવશે. 2004માં તેની માતાએ પણ આ દુનિયા છોડી દીધી હતી. આવી સ્થિતિમાં નાની બહેન પ્રાંજલની જવાબદારી પણ કિંજલના ખભા પર આવી ગઈ. વર્ષ 2008માં બીજા પ્રયાસમાં કિંજલે તેની માતાનું સપનું પૂરું કર્યું અને IAS માટે પસંદગી પામી હતી.

જીવનમાં સફળ થવું હોય તો આ 10 વાતો અવશ્ય યાદ રાખજો

5 જૂન 2013ના રોજ આ પુત્રીએ તેના પિતા ડીએસપી કેપી સિંહની હત્યામાં સામેલ 18 દોષિતોને સજા ફટકારી હતી. કિંજલ સિંહ તે સમયે બહરાઈચના ડીએમ હતા.

Must Read