Homeરાષ્ટ્રીયમસ્જિદો પર લાઉડસ્પીકર મામલે બાલ ઠાકરેનો વર્ષો જુનો Video ટ્વવિટ કરતા રાજ...

મસ્જિદો પર લાઉડસ્પીકર મામલે બાલ ઠાકરેનો વર્ષો જુનો Video ટ્વવિટ કરતા રાજ ઠાકરે: મુંબઈ

-

Mumbai’s Latest News in Gujarati : મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના MNSના પ્રમુખ રાજ ઠાકરેના આકરા તેવરને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. મનસે MNSના નેતા રાજ ઠાકરે Raj Thackeray એ મસ્જિદો પરથી લાઉડસ્પીકર Loud Speaker હટાવી લેવા સરકારને અલ્ટીમેટમ આપી દબાણ સર્જયું છે. ત્યારે સરકારે પણ રાજ ઠાકરે વિરૂધ્ધ સીઆરપીસી કલમ 149 મુજબ નોટીસ જાહેર કરી છે. રાજ ઠાકરે દ્વારા અજાન સમયે હનુમાન ચાલીસાના Hanuman Chalisa પાઠ કરવા મામલે ચેતવણી આપવામાં આવી હતી. જે બાદ મહારાષ્ટ્ર પોલીસ સતર્ક બની ગઈ છે. અને પોલીસે મનસેના નેતા અને કાર્યકર્તાઓને અટકમાં પણ લીધાના અહેવાલ છે.

આ વિવાદ વચ્ચે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ બાલ ઠાકરેનો એક જૂનો વિડીયો Video ટ્વિટ Tweet કર્યો છે. જેમાં તેઓ મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારવાની અપીલ કરતા જોવા મળે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બાલ ઠાકરે Bal Thackrey એક સબાને સંબોધીત કરી રહ્યાં છે અને તે સભામાં મોટી સંખ્યામાં હાજર હતી.

વિડીયોમાં બાલ ઠાકરે કહેતા દેખાઈ છે કે, જ્યારે મારી સરકાર આવશે ત્યારે કોઈપણને રસ્તા પર નમાજ પઢવા નહીં દેવામાં આવે. ધર્મને રાષ્ટ્ર વિકાસમાં અવરોધ ન બનવું જોઈએ, જો હિન્દૂ ધર્મ તરફથી કોઈ તકલીફ થઈ રહી હોય તો અમને કહો હું તેનો બંદોબસ્ત કરીશ, પરંતુ મસ્જિદ પરથી લાઉડસ્પીકર ઉતરવા જ જોઈએ બસ.

Mubai Latest News Gujarati- મસ્જિદો પર લાઉડસ્પીકર મામલે બાલ ઠાકરેનો વર્ષો જુનો વિડીયો ટ્વવિટ કરતા રાજ ઠાકરે: મુંબઈ

ઉલ્લેખનીય છે કે, પોલીસની કડકાઈ પૂર્વક થતી કાર્યવાહી છતાં પણ મુંબઈના કેટલાક વિસ્તારોમાં મસ્જિદો સામે લાઉડસ્પીકર લગાવી હનુમાન ચાલીસાના પાઠ થયાના અહેવાલ મળ્યા છે. મુંબઈના કાંદિવલીમાં ચારકોપમાં મનસેના કાર્યકરોએ અજાન સમયે જ પોતાના ઘરની છત પરથી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કર્યાના મીડિયાના અહેવાલ છે.

Must Read