Homeતંત્રી લેખઆ ખેડૂત ગામે-ગામ ફરી મફત કાપડની થેલી વિતરણ કરે છે ! કારણ...

આ ખેડૂત ગામે-ગામ ફરી મફત કાપડની થેલી વિતરણ કરે છે ! કારણ જાણી સલામ કરશો…

-

સત્ય ઘટના આધારીત વાર્તા True Story In Gujarati : પ્લાસ્ટીક નામનો દાનવ વિકરાળ સ્વરૂપ ધારણ કરી માનવજીવન સહિત પૃથ્વીના તમામ જીવોને મોતના ખપ્પર તરફ ઢસડી રહ્યો છે. હવા, પાણી, જમીન અને હવે તો માનવગર્ભમાં પણ પ્લાસ્ટીકના કણ દેખા દેતા થયા છે. છતાં પણ આપણે માનવીઓ છીએ કે પાછા વળવા નથી માંગતા કે નથી ગંભીર ચર્ચા કરી નિરાકરણ તરફ જવા ઈચ્છતા. ત્યારે આશાની કિરણ માફક સિધ્ધપુરના કલ્યાણા ગામના ખેડૂતે એકલપંડે લોકોને પ્લાસ્ટીકની ગંભીર અસરો મામલે જાગૃત કરવાનું બીડું ઝડપ્યું છે. સરાહનીય કાર્ય કરતા ખેડૂત ધીરજભાઈ શહેરો અને ગામડાઓ સુધી સ્વખર્ચે પહોંચી કાપડની થેલી આપી સમાજને પ્લાસ્ટીક દૂર રહેવાના શપથ લેવડાવે છે.

અમદાવાદ શહેરની વૈભવી માર્કેટ ધરાવતા સી.જી. રોડ પર હાથમાં કાપડની થેલીઓ લઈ ઉભા રહેલા ધીરજભાઈ તરફ સૌ કોઈની નજર જતી હતી. આ આકર્ષણનું કારણ ધીરજભાઈનો દેખાવ કે તેમના વસ્ત્રો નહીં પણ તેમના હાથમાં રહેલી કાપડની થેલી અને કાગળના કપ હતા. આ દ્રશ્ય જોયા બાદ તેમની પાસે રહેલું ‘પ્લાસ્ટીક હટાવો… ધરતી બચાવો…’ બોર્ડ જોતા ખબર પડે કે તેઓ જાગૃતિ અભિયાન ચલાવે છે. તેઓ લોકોને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો single use plastic in Gujarat ઉપયોગ બંધ કરવા પ્રેરણા આપતા ફરે છે.

True Story In Gujarati: જાણો કેમ આ ખેડૂત ગામે-ગામ ફરી મફત કાપડની થેલી વિતરણ કરે છે ?

સિધ્ધપુર પાસેના કલ્યાણા ગામના વ્યસાયે ખેડૂત ધીરજભાઈ ધાર્મિકવૃત્તિ ધરાવવા સાથે સામાજ કલ્યાણ અને પર્યાવરણ બાબતે પણ સજાગ છે. ધીરજભાઈ જણાવે છે કે, પ્લાસ્ટીકનું પ્રદુષણ માનવી ફેલાવે છે પણ તેના કારણે માનવી સાથે અબોલ પશુ તો ઠીક દરીયાના જીવ પણ પીડા ભોગવે છે. માત્ર માનવ કલ્યાણની વાતો કરતા સમાજવિદો માટે માત્ર સાત ચોપડી ભણેલા ધીરજભાઈ વધુ ચડીયાતા જણાય છે.

ધીરજભાઈ ગામે-ગામ ફરી મફતમાં કાપડની થેલીઓ આપે છે, ટૂંકમાં જાત ઘસીને ચંદન કરે છે. તેઓ રસ્તે પસાર થતા લોકોને પ્લાસ્ટીકથી આપણી વસુંધરાને થતી નુકશાન અને માનવ સહિતના તમામ જીવો પર થતી વિપરીત અસરોની સમજ આપે છે. બાદમાં કાપડની થેલી આપી શક્ય એટલા પ્લાસ્ટીકથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ આ વાત સમજાવવા માટેની તેઓ શપથ લેવડાવે છે. તેમનો આ મેસેજ વધારે લોકો સુધી પહોંચાડવા અને ઝડપી પહોંચાડવા માટે તેઓ વિદ્યાર્થીઓની સહાય પણ માંગે છે.

આજરોજ અમદાવાદના સી.જી. રોડ પણ તેઓ સીધ્ધપુરથી પોતાનું મોટરસાયકલ લઈ કાપડની થેલીઓ વિતરણ કરવા પહોંચ્યા હતા. તેઓ ગામડા બાદ શહેર તરફ પણ આ બાબતે જાગૃતિ કરવા નિકળી પડે છે. તેની પાછળ શહેરીજનો દ્વારા બહોળી માત્રામાં પ્લાસ્ટીકનો ઉપયોગ તો છે જ પણ, સાથે શહેરના લોકો આ વાતને બહોળો પ્રચાર પ્રસાર કરે તે બાબત જવાબદાર છે.

તેઓ પોતાના ખર્ચે થેલી વિતરણ કરે છે પરંતુ એક કંપની દ્વારા તેમને મફતમાં થેલીઓ આપી તેમને સહયોગ કર્યો છે. જે મામલે તેઓ કહે છે કે, અન્ય કંપનીઓ પણ પોતાની રીતે પ્લાસ્ટીકથી દૂર રાખવાના ઝુંબેશ ચલાવે અને પૃથ્વી બચાવવા સહયોગી બને તે ઈચ્છનીય છે.

આશા છે કે અમદાવાદ સહિત શહેરના લોકો આ ગામડાના ખેડૂતની વાત સમજી પ્લાસ્ટીકથી અંતર રાખતા થશે. વળી કાપડની થેલી પણ ઘસાઈ જાય ત્યાં સુધી ઉપયોગ કરવો તે વાતનો ખ્યાલ રાખશે અને આ ખેડૂતની આ વાતને વધુને વધુ લોકો સુધી પહોંચાડશે. સત્યમંથન આ કાર્યબદલ ધીરજભાઈને સલામ કરે છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...