Homeબિઝનેસક્યારેય નથી ગયા કોલેજ છતાં પણ 2800 બિલિયનનો બન્યા માલિક ! જાણો...

ક્યારેય નથી ગયા કોલેજ છતાં પણ 2800 બિલિયનનો બન્યા માલિક ! જાણો કેમ

-

Motivational positive story Takemitsu Takizaki Chairman of Keyence news in Gujarati

ઇલેક્ટ્રોનિક-સેન્સર ઉત્પાદક કીન્સ કોર્પના (Keyence) સ્થાપક તાકેમીત્સુ તાકીઝાકી (Takemitsu Takizaki) જાપાનના (Japan) સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમણે અબજોપતિ તાદાશી યાનાઈને પાછળ રાખીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચાલો તમને જાપાનના આ સૌથી ધનિક (Richest person) વ્યક્તિ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

બ્લૂમબર્ગ (Bloom berg) બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Billionaires Index) મુજબ, અબજોપતિ તાકીઝાકીની નેટવર્થ વધીને 38.2 અબજ ડોલર (2800 અબજ રૂપિયાથી વધુ) થઈ ગઈ છે. ગત વર્ષની શરૂઆતની સરખામણીમાં સોમવારે તેમની કંપનીના શેર લગભગ બમણા થઈ ગયા હતા. તે જ સમયે, યાનાઈની કુલ સંપત્તિ 35.5 અબજ ડોલર રહી.

તાકેમીત્સુ તાકીઝાકી વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે તે ક્યારેય કોલેજ ગયા ન હતા. લગભગ 76 વર્ષીય અબજોપતિ તાકીઝાકીને લઈને બ્લૂમબર્ગે કહ્યું કે તે ક્યારેય કોલેજમાં ભણ્યો નથી. પરંતુ તેણે ઇલેક્ટ્રોનિક-સેન્સરની શોધ કરવામાં મદદ કરી.

તાકીઝાકીએ 1974 માં Keyence ની સ્થાપના કરી અને ઔદ્યોગિક ઓટોમેશન માટે સેન્સર, માપન સાધનો, મશીન-વિઝન સિસ્ટમ્સ અને અન્ય સાધનોના ઉત્પાદક બન્યા. 2015 માં કીન્સ કોર્પના ચેરમેનપદેથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓ કંપનીના માનદ ચેરમેન છે.

2020 ની શરૂઆતથી સોમવારના અંત સુધી કેન્સના શેર 96% વધ્યા હતા, જે કંપનીને લગભગ 167 અબજ ડોલરનું બજાર મૂલ્ય આપે છે. આ અર્થમાં, તે ઓટો જાયન્ટ ટોયોટા મોટર કોર્પ પછી જાપાનની બીજી સૌથી મોટી કંપની છે.

Must Read