Homeગુજરાતવિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પણ કર્યા છે દર્શન

વિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પણ કર્યા છે દર્શન

-

The most expensive Rough Diamond Lord Ganesh in the world. Surat City News in Gujarati.

આજે ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) રોજ વિશ્વભરમાં હિન્દુ સમુદાય દ્વારા ગણેશ સ્થાપના કરી પુજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતના સુરતમાં વિશ્વના સૌથી મોંઘા ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. આ ગણેશજીની મૂર્તીની કિંમત આશરે 600 કરોડ (Crore) હોવાનું કહેવાય છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (World Book Of Record) દ્વારા પણ આ ભગવાન ગણેશની મૂર્તીને એક અનોખા હિરાનો (Diamond) દરજ્જો આપવામાં આવ્યો છે.

ડાયમંડ નગરી તરીકે વિશ્વ વિખ્યાત સુરત શહેરમાં બિરાજમાન ગણેશજી કોહિનૂર હિરા કરતા પણ વધારે વખણાય રહ્યાં છે. સુરતના હિરાના વેપારી દ્વારા સ્થાપનાક કરવામાં આવેલા કાચા હિરાના ગણેશ સૌથી મોંઘા ગણેશ હોવાનું મનાય છે. આ ગણેશજી જેવા દેખાતા કાચા હિરાનો વજન 182.3 કેરેટ છે એટલે કે 36.5 ગ્રામ છે. ખાસ વાત એ છે કે ગણેશજીની મૂર્તી બનાવવામાં નથી આવી પરંતુ કાચા હિરામાં પ્રાકૃતિક રીતે ગણેશજીનો આકરા દેખાય છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ ગણેશજીની મૂર્તી હિરાના વેપારી કનુભાઈ આસોદરીયાની છે, તેમનું કહેવું છે કે 12 વર્ષ અગાઉ તેમને બેલ્જીયમમાંથી આ કાચો હિરો મળ્યો હતો. ગણેશજીના દર્શન કરવા માટે દેશ-વિદેશની હસ્તીઓ સુરત આવી ચુકી છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ આ ગણેશની મૂર્તીના દર્શન કરવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલ હેરીશએ મૂર્તી મંગાવી હતી.

હાલમાં 25 દેશોમાં કેટલાક ખાસ લોકો પાસે આ ગણેશજીની મૂર્તીની તસ્વીર છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મંદિરમાં ગણેશજીની આ મૂર્તીની તસવરી રાખવામાં આવી છે. પ્રત્યેક વર્ષે હિરાના વેપારી કનુભાઈ દ્વારા ગણેશજીની સ્થાપનાક કરી પૂજન અર્ચન કરવામાં આવે છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...