મોરબી સમાચાર : મોરબી જિલ્લામાં આજરોજ 23 ઑગસ્ટની સાંજ સુધીમાં સાર્વત્રિક વરસાદ Varsad નોંધાયો હતો. મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં મોરબી તાલુકા અને મોરબી શહેરમાં 2 કલાકમાં જ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
પ્રાપ્ત વિગતનો અનુસાર મોરબી જિલ્લામાં હાલ કોઈ વરસાદની આગાહી (Varsad ni Agahi 2022) નથી. એવામાં આજરોજ સાંજના સમયે વરસાદ વરસવાનું શરુ થયું હતું. સાંજના સમયે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં જ મોરબીમાં 25 મીમી, વાંકાનેરમાં 2 મીમી, હળવદમાં મીમી વરસાદ વરસ્યાના અહેવાલ છે.
વધુ વાંચો- ગુજરાતના આ ગામના કુતરા પણ કરોડપતિ છે ! ખેતીની જમીન ધરાવે છે
મોરબી શહેરમા કેવો પડ્યો વરસાદ Varsad
જ્યારે મોરબી શહેરમાં માત્ર 2 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસી ગયો હતો. વરસાદના કારણે મોરબી શહેરમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ મોરબીવાસીઓ રસ્તા પર ખાડાના સામ્રાજ્યથી પરેશાન થયા હતા. તેમજ શનાળા રોડ, સાવસર પ્લોટ, લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી પણ મળી હતી.