Homeગુજરાતમોરબીમાં ભારે વરસાદની આગાહી, SDRFની ટીમ સજ્જ  

મોરબીમાં ભારે વરસાદની આગાહી, SDRFની ટીમ સજ્જ  

-

Morbi Rain Update:મોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ, કલેકટરે તૈયારીઓ અંગે માહિતી આપી હતી 

મોરબી સહીત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની(Varsad) આગાહી આપવામાં આવી છે અને મોરબીમાં રવિવારે રાત્રીના જોરદાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે જીલ્લા કલેકટર(morbi collector) જે બી પટેલ દ્વારા તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી

જીલ્લા કલેકટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીને યેલો ઝોનમાં રાખવામાં આવ્યું છે અને ભારે વરસાદથી મુશ્કેલી ના સર્જાય તે માટે ૨૪ x ૭ કંટ્રોલ રૂમ કાર્યરત છે ગત રાત્રીના મોરબીમાં સારો વરસાદ વરસ્યો હતો દરમિયાન જીલ્લામાં ૪ રસ્તા બંધ હતા તે પુનઃ શરુ કરાયા છે

તો મોરબીમાં વાવણીલાયક કહી સકાય તેવો વરસાદ વરસ્યો છે જેથી જીલ્લામાં બાકી છે તે વિસ્તારમાં પણ વાવણી શરુ થશે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં તરવૈયા ટીમ,  સર્વે ટીમ, રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.

તેમજ સરકાર તરફથી SDRF ટીમ ફાળવવામાં આવી છે જે હાલ ઘૂટું પોલીટેકનીક કોલેજ ખાતે સ્થાયી છે અને દરેક સ્થિતિને પહોંચી વળવા તંત્રએ આયોજન કર્યાનું જણાવ્યું હતું

મોરબી: ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, જિલ્લામાં SDRFની ટીમ સજ્જ  

મોરબીમાં હાલ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ચૂકયૂં છે. જેમાં મોરબી ખાતે SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. તો નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

આ અંગે SDRFના પીએસઆઈ રમેશકુમાર બી. રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે, હાલ અમદાવાદથી અમારી SRP ગ્રુપના 27 લોકો અહીં આવી પહોંચ્યા છે. કલેકટર સાહેબના આદેશથી શહેર અને જિલ્લામાં કોઈ પણ આપતી સર્જાય તો અમે તેનું નિવારણ કરશું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે ફાયબર બોટ,લાઇફ જેકેટ સહિતના તમામ આનુષાંગિક સાહનો છે. હાલ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે કોઇ દુર્ઘટના સર્જાય અથવા તો પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય ત્યારે તેમને બચાવવા માટે SDRFની ટીમ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરી પાણીમાં ડૂબતા કે ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી કરવામાં આવશે.

અમારી ટીમ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ 15 મિનિટમાં મુવ થઈ શકશે.એસડીઆરએફની ટીમ ટીમ કલેકટરની સુચના મળતા તરત જ એક્શન આવીને બચાવ કામગીરી માટે તૈયાર છે

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....