Homeગુજરાતમોરબીમોરબી પોલીસ સફાળી જાગી 3 દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ; બોટાદ લઠ્ઠાકાંડની અસર...

મોરબી પોલીસ સફાળી જાગી 3 દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ; બોટાદ લઠ્ઠાકાંડની અસર ?

-

મોરબી : બોટાદના બરવાળામાં દેશી દારૂના લઠ્ઠાકાંડ (LatthaKand) બાદ મોરબી જિલ્લા પોલીસ દેશી દારૂના ગેરકાયદેસર ધંધાનો સપાટો બોલવતી દેખાય રહી છે. પોલીસ વડાના આદેશને પગલે જિલ્લાનું સ્થાનિક પોલીસ તંત્ર સફાળુ બેઠું થયું હોય તેમ જણાય છે. પોલીસે મોરબી (Morbi Police)માં ગતરોજ 7 વેચાણકર્તા ઝડપી પાડ્યા બાદ આજરોજ 3 સ્થળેથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે.

મોરબી પોલીસે વાંકાનેરના રાતીવીરડા ગામની સીમમાં ઓરડીમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડી હતી. આરોપી સાદુરભાઈ હરજીભાઈ ઓરડીમાં ભઠ્ઠી ચલાવી રહ્યો હતો. પોલીસે કુલ 700 લીટર આથો અને 20 લીટર ગરમ દારૂ તેમજ 50 લીટર ઠંડો દારૂ સહિત ભઠ્ઠીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુ વાંચો- રાજકોટમાં આ રીતે રૂપિયા ડબલ કરવા ગયા પછી દોડવું પડ્યું જાદુગર શોધવા

માળીયામાં પોલસે બીજી ભઠ્ઠી ઝડપી પાડી આરોપી જુસબભાઈ ગગાભાઈ જેડાને પકડી પાડી હતી. પોલીસે તળાવની પાળ પાસેથી બાવળના ઝુંડમાં પીવાનો દારૂ અને આથો તેમજ ભઠ્ઠીનો સામાન કબ્જે કર્યો હતો.

મોરબીના લીલાપર રોડ પરથી પણ પોલીસને એક દારૂની ભઠ્ઠી મલી આવી હતી. પોલીસે રામદેવપીરના મંદિર પાછળ વોંકળાના કાંઠે આરોપી કિરણભાઈ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામાની ઓરડી માંથી ભઠ્ઠી પકડી કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી પસેથી 500 લીટર આથો, 30 લીટર દેશી દારૂ અને દારૂની ભઠ્ઠીનો સામાન કબ્જે

પોલીસે ત્રણેય દારૂની ભઠ્ઠી પકડી પ્રોહિબિશન કલન 65 બી, સી, ડી, ઈ, એફ અને 81 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Must Read