Homeગુજરાતમોરબીવરના તુજે ઓર તેરે પાર્ટનર કો ઠોક દેંગે; ધમકી આપનારને મોરબી પોલીસે...

વરના તુજે ઓર તેરે પાર્ટનર કો ઠોક દેંગે; ધમકી આપનારને મોરબી પોલીસે દબોચી લીધો

-

મોરબી ન્યુઝ : ’25 પેટી ભેજ વરના તુજે ઓર તેરે પાર્ટનર કો ઠોક દેંગે.’ મોરબી (Morbi)ના સિરામિકના ફેક્ટરીના માલિકને વોટ્સએપ પર કોલ કરી આ પ્રકારે ધમકી મળી હતી. ધમકી આપનાર કથિત રીતે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાની વાત સામે આવી હતી. મોરબી પોલીસે ફરિયાદ મળતા તપાસ આદરી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યને બિહારમાંથી ઝડપી લેવાયો છે. જ્યારે પોલીસ અન્ય બે આરોપીની શોધખોળ કરી રહી છે.

મોરબીના જેતપર રોડ પર સ્કાય ટચ સિરામિક (Sky Touch Ceramic)નામની કંપનીના ભાગીદાર અને નાની વાવડી રોડ પર આવેલ રાધાપાર્કમાં રહેતા વલ્લભભાઈ કગથરાને ફોન પર ધમકી મળી હતી. ગત તારીખ 29 જૂલાઈના રોજ મોડી રાત્રે વલ્લભભાઈને ફોનમાં મેસેજ આવ્યો હતો કે, “લોરેન્સ બિશ્નોઈ ગેંગ કી ઔર સે યે સમેજ હૈ, અનીલભાઈ હમકો 25 પેટી ચાહીએ, નહીં તો અપુન કા પન્ટર લોગ અનીલ કગથરા, પ્રશાંત કગથરા ઔર તેરે પાર્ટનર કો ઠોક દેગા, અપુન કે પાસ તેરા પુર કુંડલી હૈ, સમજા ક્યા…અગર 25 લાખ નહિ દિયા તો ભાઉ ફેકટરી મત જાના નહિ તો ઉડા દેગે”

આ પ્રકારે ઉદ્યોગપતિને ધમકી આપી એસ.બી.આઈ. બેન્કના એકાઉન્ટ નંબર આપી તેમાં પૈસા આપવા માટે જણાવાયું હતું. આ ટ્રાન્ઝેક્શન કરી તેની સ્લીપ પણ સ્ક્રીન શોટ મારફતે મોકલવા ધમકીમાં જણાવાયું હતું.

ધમકી મળતા સામાન્ય રીતે દરેકની ઉંઘ હરામ થઈ જાય તેમ આ ઉદ્યોગપતિની પણ ઉંધ હરામ થઈ ગઈ હતી. આ મામલે તેમણે પોતાના ભાગીદારને જાણકારી આપતા મામલો સીટી બે ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મામલાની ગંભીરતા પારખી તાત્કાલીક ટેક્નિકલ અને હ્યુમન સોર્સ કામે લગાવી દીધા હતા. જેમાં તપાસ બાદ પોલીસ આરોપીનું બિહારનું લોકેશન મેળવવા સફળ રહી હતી. પોલીસે આરોપીનું લોકેશન મળતા તેની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. આરોપીની પુછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.

વધુ વાંચો- ગણેશ મહોત્સવ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

Must Read