Homeગુજરાતમોરબીમોરબીના કાંતિનગરનો કોઈ ધણીધોરી નથી ! સ્થાનિકોની રજૂઆત

મોરબીના કાંતિનગરનો કોઈ ધણીધોરી નથી ! સ્થાનિકોની રજૂઆત

-

મોરબી ન્યુઝ : મોરબીના છેવાડે આવેલા કાંતિનગર વિસ્તારના લોકો પ્રા્થમિક સુવિધાઓ માટે પણ વલખા મારી રહ્યા છે. આ વિસ્તાર નથી મોરબી નગરપાલિકા (Morbi Nagarpalika)માં કે નથી નજીકની ગ્રામ પંચાયતમાં આવતો જેના કારણે તે ધણીધોરી વિનાનો હોય તેવી હાલત છે. આ સ્થિતીમાં સ્થાનિક રહિશો સુવિધાના અભાવથી કંટાળી ગયા હોય ડીડીઓ પાસે જઈ પોતના વિસ્તારને સુવિધા મળે એ રીતે ગ્રામ પંચાયતમાં સમાવેશ કરાવે તેવી માગણી કરતા જોવા મળ્યા હતા.

સ્થાનિકોના મતે મોરબીના કાંતિનગર (Kantinagr Morbi)માં છેલ્લા 20 વર્ષથી સુવિધા માટે વિકાસના કોઈ કામ નથી થતા. સ્થાનિકો જણાવે છે કે 20 વર્ષ અગાઉ 700 મકાન ધરાવતો કાંતિનગર વિસ્તાર બન્યો હતો પણ ત્યાં નથી નગરપાલિકા લાગુ પડતી કે નથી ગ્રામ પંચાયત લાગુ પડતી. આ સ્થીતીમાં તેઓ સુવિધાના અભાવ વચ્ચે જીવન વ્યાપન કરી રહ્યાં છે. તંત્ર પણ ત્યાં સુવિધા મળે તેવી કોઈ વ્યવસ્થા નહીં કરતું હોય આજે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

વધુ વાંચો- છે ને ગજબ તંત્ર ! નળમાં પાણી સાથે મૃત સાપ પણ આવ્યો: મોરબી

મહત્વની વાત છે કે સ્થાનિકો જણાવે છે કે તેમણે બે વખત નગરપાલિકામાં મતદાન કર્યું છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન કર્યું છે. પરંતુ વિસ્તાર નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં સમાવેશ કરાયો નથી. જો ખરેખર આ સ્થાનિકોનો આ દાવો સાચો હોય તો તંત્ર દ્વારા આ મોટું કારસ્તાન કરી નાખ્યું તેમ કહી શકાય.

રોષે ભરાયેલા સ્થાનિકો જણાવે છે કે તેઓ પોતાની હાલતની રજૂઆત કરવા ક્યાં જાય તે પણ પ્રશ્ન છે. કારણ કે તંત્ર દ્વારા મતદાન સમયે કોઈ વિસ્તારમાં ભેળવી દે પણ પ્રાથમિક સુવિધાથી વંચીત હોય ત્યારે કોઈ આવતું નથી.

Must Read