Homeગુજરાતમોરબીમોરબીમાં મોબાઈલની જીદે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

મોરબીમાં મોબાઈલની જીદે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

-

Morbi News Update : મોરબીમાં જન્મદિવસે જ એક 22 વર્ષના યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે. પોલીસ તપાસમાં મોબાઇલની જીદના કારણે યુવાને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મોરબીના નઝરબાગ પાસે માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા રામજીભાઈ હીરાભાઈ કુકવા (ઉ.22) નામના યુવકે તારીખ 20ના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ રફાળેશ્વરથી નજરબાગ વચ્ચે આવેલા રેલ્વે ટ્રેક નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

વિડીયો- સુરતમાં દૂધ તાપીમાં ઢોળ્યું, રાજકોટમાં ટેન્કર રોડ પર ઢોળી માલધારીનો વિરોધ

મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવાનનો તારીખ 20ના રોજ જન્મદિવસ હતો અને તેણે પિતા પાસે મોટો મોબાઈલ લેવાની જીદ કરી હતી. પિતાએ મોબાઈલ લઈ આપવાની ના પાડતા યુવાનને લાગી આવ્યું હતું.

જેના કારણે તેણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે સમગ્ર બનાવની નોંધ કરીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- રાજકોટ મનપાએ રસ્તા પર રઝળતા અને ફૂટપાથ પર સુતા 76 લોકોને રેનબસેરામાં ખસેડાયા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...