હળવદ સમાચાર : મોરબી (Morbi) જિલ્લાના હળવદ તાલુકાની GIDCના કારખાનામાં વેલ્ડિંગ કામ દરમિયાન એક મજૂરનું મૃત્યુ થયાના અહેવાલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદની જીઆઈડીસીમાં શિવમ સોલ્ટ નામના કારખાનામાં એક મજૂરનું વેલ્ડિંગ કામ દરમિયાન વીજશોક લાગતા મૃત્યુ થયું છે. મૃતક 20 વર્ષીય સુરેશભાઈ ભીખાભાઈ મકવાણા હોવાની માહિતી મળી રહી છે. મૃતકનું મૂળ વતન કચ્છનું રાપર છે.
મૃતક યુવક શિવમ સોલ્ટ ફેક્ટરીમાં વેલ્ડિંગ કામ કરી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો- રાજકોટમાં AAPના કેજરીવાલે જ્ઞાતી બેલેન્સ સાથે રાજકીય પાસા ફેંક્યા