Homeગુજરાતમોરબીદારૂનો ધંધો નહીં જ ચાલે... મોરબીમાં દારૂનું ગોડાઉન ઝડપાયા બાદ 2 PSI...

દારૂનો ધંધો નહીં જ ચાલે… મોરબીમાં દારૂનું ગોડાઉન ઝડપાયા બાદ 2 PSI સસ્પેન્ડ કરતા DGP

-

મોરબી : મોરબીના રાજપર રોડ પરતી તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂના જંગી જથ્થાથી ભરેલું ગોડાઉન ઝડપાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 32.70 લાખની રકમનો દારૂ પકડાતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય હોય તેવો ઘોટ રચાયો હતો. ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના વડા પર જવાબદારી નક્કી કરી ઉપરી અધિકારી પગલા લેતા હોય છે. પરંતુ આવું નહીં થતા રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાએ પગલા લેતા મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે PSIને સસ્પેન્ડ કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ વડાના કડક એક્શનથી બુટલેગરો સહિત સ્થાનિક પોલીસ વિભાગમાં પણ ફફડાટ જોવા મળે છે.

મોરબી (Morbi)ના રાજપર રોડ પરના આશિર્વાદ ઈમ્પેક્ષ નામના ગોડાઉનમાંથી રૂપિયા 32.70 લાખની કિંમતની 7514 બોટલ એટલે કે 622 પેટી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનીક લોકોમાં ચર્ચા જાગી હતી કે આટલું મોટું દારૂનું ગોડાઉન હોય અને સ્થાનિક પોલીસને ખબર ન પડે તે અચરજ પમાડે તેવી વાત છે. ત્યારે આ કાર્યવાહીની ગંભીરતાથી નોંધ લઈ રાજ્યના પોલીસ વડાએ સ્થાનિક એસ.પી. પહેલા જ એક્શન લઈ એ ડિવિઝનના ડિ સ્ટાફ પી.એસ.આઈ. એસ.એમ. રાણા અને શનાળા બીટના પી.એસ.આઈ. એ.એ. જાડેજાને સસ્પેન્ડ કર્યા છે.

રાજ્યના પોલીસ વડાએ સ્થાનિક પોલીસના અધિકારી પર પગલા લેવા પડ્યાં ત્યાં સુધી મોરબી એસ.પી.એ કાર્યવાહી કેમ નહીં કરી હોય તેવો સવાલ પણ લોકમુખે સાંભળવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિર્લિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ રાજ્યના દારૂ-જુગારના અડ્ડા સંચાલકોમાં ભય પેસી ગયો હતો કે હવે તો ગયા… અને હાલ સ્થિતી પણ એવી જ છે કે લગભગ દરરોજ મોનિટરિંગ સેલ ગેરકાનૂની પ્રવૃતિ પર દરોડા કરી રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, મોરબીમાં દારુ મામલે ઉંડી તપાસ થાય તો મોરબીના દારૂના મોટા વેપારીઓ કહેવાત બુટલેગરો પર કોના આશિર્વાદ છે તે ખુલી શકે તેમ છે પરંતુ આવું કદી થશે નહીં.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...