Homeગુજરાતમોરબીમોરબી જિલ્લામાંથી બે આરોપી પિસ્ટલ સાથે ઝડપાયા

મોરબી જિલ્લામાંથી બે આરોપી પિસ્ટલ સાથે ઝડપાયા

-

મોરબી સમાચાર : મોરબી એલસીબી (Morbi LCB)એ આજરોજ તારીખ 1 ઑગસ્ટના રોજ મોરબી તાલુકાના અને માળીયા વિસ્તારમાંથી હાથ બનાવટની બે પિસ્ટલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મોરબી તાલુકા અને માળીયા પોલીસ દ્વારા પકડાયેલા આરોપી પાસેથી રૂપિયા 20 હજારની કિંમતની 2 પિસ્ટલ કબ્જે કરી ગેરકાયદેસર હથિયાર રાખવા સબબ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં અગામી મહોરમ, રક્ષાબંધન તથા જન્માષ્ટમી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે સારૂ જિલ્લમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સારી રીતે જળવાય તે માટે કાર્યરત છે.

વધુ વાંચો- જુગારનો બોગસ કેસ કર્યાનો મોરબી એ ડિવિઝન પીઆઈ પર આક્ષેપ કરતા ધારાસભ્ય કગથરા

દરમિયાન હેડ કોન્સટેબલ શક્તિસિંહ ઝાલા, પોલીસ કોન્સેટબલ ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર બાતમી મળતા મોરબી માળીયા ને.હા.રોડ લક્ષ્મીનગર ગામ સામે ભાગ્યલક્ષ્મી હોટલ પાસે જાહેર રોડ ઉપરથી નરસીગ ઉર્ફે નારણ ઇડુસીંગ દરીયાસીંગ ચૌહાણને દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પિસ્ટલ સાથે તેમજ માળીયા વિસ્તારમાં માળીયા મિ. સંધના પેટ્રોલપંપ પાસે જાહેરરોડ ઉપરથી ફારૂકભાઇ નુરઅલી મોવરને દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પિસ્ટલ સાથે પકડી લઈ ધરપકડ કરી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...