મોરબી : રોજબરોજ અખબારોમાં ચોરી, લૂંટફાટ અને ઠગાઈ જેવા અનેક અનૈૈતિક કામના અહેવાલો વાંચવામાં આવતા હશે. પરંતુ મોરબીની યુવતીએ પોતાની નૈતિક ફરજ સમજી કરેલું કાર્ય આજે પણ નૈતિકતા અકબંધ હોવાનો પુરાવો આપી રહી છે.
મોરબી (Morbi)ની યુવતી વૃત્તિ ઠક્કરને મોરબીના રસ્તે પસાર થતી વખતે એક મોબાઈલ મળી આવ્યો હતો. રસ્તે પડેલો મોબાઈલ મળતા યુવતીએ તેને ઉઠાવી પ્રામાણિક પણે તેના મૂળ માલિકને શોધવાની શરૂઆત કરી હતી. આખરે વૃત્તિ મોબાઈલના માલિક યુવાનને શોધી કાઢ્યો અને તેને કિંમતી મોબાઈલ પરત કર્યો હતો.
મોબાઈલના માલિક યુવાનને વૃત્તિ ઠક્કરે આ ફોનના માલિકને જલારામ મંદિરે બોલાવી પરત કરી પ્રામાણિકતાનું ઉદાહર પુરુ પાડ્યું હતું.
વધુ વાંચો- સુરતમાં નારિયેળીના વેપારીએ સસ્તામાં સોનું લીધુ પછી શું થયું જાણો…
વધુ વાંચો- ભરૂચમાં આમ આદમી પાર્ટીએ મોંઘાવારીને 25 ફાંસીના ફંદે લટકાવી કર્યો વિરોધ