Homeગુજરાતમોરબીહોસ્પિટલના ICU વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર લેવાના નિર્ણયનો વિરોધ મોરબીમાં શુક્રવારે હોસ્પિટલમાં...

હોસ્પિટલના ICU વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર લેવાના નિર્ણયનો વિરોધ મોરબીમાં શુક્રવારે હોસ્પિટલમાં હડતાલ

-

મોરબી : રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલને 7 દિવસમાં ICU વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતર કરવાનો હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. ત્યારે ગુજરાત ઈન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામા આવી રહ્યો છે. જેમાં એસોસિએશને આવતીકાલે શુક્રવાર 22 જૂલાઈના રોજ તમામ ખાનગી હોસ્પિટલોમાં રાજ્યવ્યાપી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. આ હડતાળમાં મોરબી (Morbi)ના તબીબો અને ખાનગી હોસ્પિટલો જોડાઈ આવતીકાલે હોસ્પિટલમાં સેવા બંધ રાખશે તેવા અહેવાલ મળી રહ્યાં છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચના (IMA Morbi Branch) સેક્રેટરી જયદીપ કચારોલાએ મીડિયાને જણાવ્યું છે કે, ગુજરાત IMA દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે આવતીકાલે સવારે 8 વાગ્યાથી 24 કલાક સુધી મોરબીની તમામ ખાનગી હોસ્પિટલ હડતાળ પાડશે. હડતાળને પગલે મોરબીની તમામ ખાનગી હોસ્પિટલની સેવા બંધ રેહતા દર્દીઓને સરકારી હોસ્પિટલમા મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દાખલ તમામ દર્દીઓની સારવાર યથાવત ચાલુ રહેશે જેમને હડતાળની કોઈ અસર થશે નહીં.

જયદીપ કચારોલાએ જણાવ્યું કે હડતાળ પણ દર્દીઓના હિતમાં જ છે. કારણ કે દરેક હોસ્પિટલમાં ઉપરના માળે ખુબ સુરક્ષિત સ્થળ પર ICU હોય છે. ગંભીર દર્દીની જાળવણી ચૂસ્ત રીતે કરવી પડતી હોય છે એવામાં જો ગ્રાઉન્ડ ફ્લોર પર ICU લાવવામાં આવે તો દર્દીને ચેપ લાગે તેના શક્યતા વધી જતી હોય છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ભીડ વધારે હોવાને કારણે આ સંભાવના વધી શકે તેમ કચારોલાએ જણાવ્યં હતું.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...