Morbi News : મોરબીમાં તહેવારના માહોલ વચ્ચે જાણે ચોરીનો પણ માહોલ હોય તેવી સ્થિતી છે. મોરબી પંથકમાં ઘરફોડ ચોરીના કિસ્સા વધતા હોય તેમ જણાય છે. ત્યારે મોરબીના શક્તિ પ્લોટમાં ચશ્માના વેપારીનું મકાન તસ્કરોનું નિશાન બન્યું હતું.
મોરબીમાં મહાવીર ચશ્માની દુકાન સંચાલક સંજયભાઈ વોરાના મકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી હતી. સંજયભાઈ વોરા મોરબીના શક્તિ પ્લોટમાં 5 નંબરમાં ઘરમાં આવે છે. તેઓ જ્યારે જન્માષ્ટમીના તહેવારો પર પરિવાર સાથે બે દિવસ બહાર ગામ ગયા ત્યારે પાછળથી ચોરે તેમના ઘરને સાફ કરી નાખ્યું હતું.
વિડીયો- રાજકોટના લોકમેળામાં દિલધડક મોતના કુવામાં અકસ્માતનો ધબકારો ચૂકાવી દે તેવો વિડીયો…
તસ્કરોએ સંજયભાઈના મકાનમાં કબાટમાંથી રૂપિયા 1.75 રોકડા તેમજ 50 હજારની રકમની સોનાની બુટ્ટી સહિત 24 જોડી લેડીઝ કપડા અને 1 મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની માહિતી મળી રહી છે. આ બંધ મકાનમાંથી રૂપિયા સવા બે લાખ કરતા વધારેની ચોરી થઈ હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર આ મામલે સત્તાવાર કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે યુવાને ટ્રક હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું