Homeગુજરાતમોરબીટેન્કરમાંથી પ્રોપેન ગેસ ચોરી કરતી ટોળકી પકડાઈ: મોરબી

ટેન્કરમાંથી પ્રોપેન ગેસ ચોરી કરતી ટોળકી પકડાઈ: મોરબી

-

મોરબી સમાચાર : મોરબી તાલુકાના સાદુરકા ગામની સીમમાં આવેલી ગુરુકુલ તરફ જવાના રસ્તે ખુલ્લી જગ્યામાંથી ગેસ પ્રોપેન ગેસ ચોરી કરતા આરોપી પક્ડી પાડ્યા હતા. તાલુકા પોલીસે બાતમી આધારે ઉપરોક્ત સ્થળે આવેલી એબીસી મિનરલની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાંથી આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાંનો એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (Morbi Police)ના પી.આઈ. વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી દરોડો કરી સમગ્ર કારસ્તાન પકડી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી આપી  દિપકભાઈ પ્રભાતભાઈ બોરીચા રહે રાજકોટ, ટેન્કર ચાલક ગુડ્ડુ હુબલાલ નિશાદ અને રમણીક ઉર્ફે દિનેશભાઈ ગોવિંદભાઈ ચાવડા સહિત ત્રણ શખ્સોને ગેસ ચોરી કરતા પકડી પાડ્યા હતા. જ્યારે આરોપી વિપુલ મિયાત્રા નામનો આરોપી ભાગી છુટ્યો હતો પરંતુ ગણતરીની કલાકોમાં તેની પણ ધરપકડ કરી લેવાઈ હતી.

વધુ વાંચો- વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો બનાવનાર પ્રિન્સિપાલની ધરપકડ: સુરત

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ આરોપીઓ રબ્બરની પાઈપ લગાવી ટેન્કરમાંથી ગેસ સિલિન્ડરમાં પ્રોપેન ગેસ ભરી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. જે મામલે 16.560 ટન પ્રોપેન ગેસ ભરેલું ટેન્કર વાહન નંબર GJ 12 AW 0060 સહિત કુલ 36 ગેસ સિલિન્ડર અને રબ્બરની પાઈપ અને મહિન્દ્રા બોલેરો કાર તેમજ 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે પ્રોપેન ગેસ ભરેલું ટેન્કર ગીચ વિસ્તારમાં રાખવું હિતાવહ નહીં હોવાથી મૂળ માલિકને ટેન્કર પરત કરવા માટે કાર્યવાહી કરી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...