Morbi News Update : મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. આ કારણે નજીવી બાબતોના ઝગડા હત્યામાં પરિણમે છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે (Morbi Police) હથિયાર લઈ ફરતા આરોપીઓ પર તવાઈ ચલાવી છે.
જેમાં મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ફર્ન હોટલ પાસે આરોપી અબ્બાસભાઇ અલ્લારખાભાઇ મોવર પોતાના પેન્ટના નેફામાં રેકજીનના મ્યાનમાં તીક્ષ્ણ ધારવાળી છરી સાથે ઝડપાયો હતો.
વિડીયો વાયરલ– રસ્તા પર ખાડાથી ત્રાહિમામ નાગરિકે આળોટીને કરી પ્રદક્ષિણા
વિજયનગર ભરવાડવાસ વીસીપરા ચોકીમાં આરોપી સલીમભાઇ સાલેમામદ સુમરા તીક્ષણ છરી સાથે ઝડપાયો હતો.
કબ્રસ્તાન વાળી શેરીમા આરોપી હાજીભાઇ અકબરભાઇ માણેક રસના હાથાવાળી સ્ટેનલેસ સ્ટીલની છરી સાથે ઝડપાયો હતો.
કબીર ટેકરી શેરી નં.૫ પાસે નગર દરવાજા પાસે આરોપી મોસીનભાઈ મામદભાઈ ખુરેશી રસના હાથાવાળી સ્ટેનલેસ સ્ટીલની છરી સાથે ઝડપાયો હતો.
વિડીયો- કૂવામાં ખાબકેલા સિંહને કેવી રીતે બચાવ્યો ગીર સોમનાથ
પરસોતમ ચોક પાસે આરોપી શાહીલભાઈ રફિકભાઈ શાહમદાર પોતાના પેન્ટના નેફામાં એક છરી સાથે ઝડપાયો હતો.
શનાળા બાયપાસ પાસે,લાઇન્સ નગર મેઇન રોડ ઉપર આરોપી ભુપતભાઇ નરશીભાઇ રાઠોડ પોતાના પેન્ટના નેફાના કમરના ભાગે એક પ્લાસ્ટીકના હાથા વાળી છરી સાથે ઝડપાયો હતો.
મોરબીમાં શનાળા બાયપાસ પાસે ગોકુલનગર મેઇન રોડ ઉપર આરોપી જેન્તિભાઇ શંભુભાઇ થારૂકીયા પોતાના પેન્ટના નેફાના કમરના ભાગે એક પ્લાસ્ટીકના હાથા વાળી છરી લઇ નીકળી શંકાસ્પપદ હાલતમાં મળી આવ્યો હતો.
જુના બસ સ્ટેન્ડ પાછળ ગેબનશા દરગાહ વાળી શેરીના નાકે આરોપી ચંદુભાઇ મોતીભાઇ નગવાડીયાના પેન્ટના નેફામાં ધારદાર છરી મળી આવી હતો.
જેતપર રોડ પાવડીયારી કેનાલ પાવડીયારી બસ સ્ટેશન પાસે આરોપી અજીમભાઇ આમીનભાઇ ભટ્ટી પોતાના પેન્ટના નેફામાં ધારદાર છરી સાથે ઝડપાયો હતો.
ટીંબડી ગામના પાટીયા પાસે પોતાના કબ્જાસમાં ગુન્હાહિત કૃત્ય કરવાના ઇરાદે આરોપી રસીકભાઇ મનસુખભાઇ પુનતિયા છરી સાથે ઝડપાયો હતો.
લીલાપર રોડ વિલ્સન પેપર મીલ પાસે આરોપી પ્રફુલભાઇ ચંદુભાઇ કુંઢીયા પોતાના પેન્ટ ના નેફામાં એક પ્લાસ્ટીકના હાથા વાળી સ્ટીલની એક બાજુ ધારદાર પાના વાળી છરી સાથે ઝડપાયો હતો.
લાલપર ગામ પાસે આરોપી જગદીશભાઇ હિરાભાઇ ગોહેલ પોતાના પેન્ટના નેફામા ધારદાર છરી સાથે ઝડપાયો હતો.
વનાળીયા ગામના તળાવ પાસે રોડ ઉપર આરોપી અમ્રુતભાઇ મનસુખભાઇ કુનતીયાના પેન્ટાના નેફામાં હથિયાર તરીકે રાખેલો એક છરો મળી આવ્યો હતો.
ટીંબડી ગામના પાટીયા પાસે, એફીલ સિરામીક પાસે આરોપી સલીમભાઇ ફીરોજભાઇ પઠાણ એક બાજુ ધારદાર સ્ટીલના પાનાની તીક્ષ્ણ અણીદાર છરી સાથે ઝડપાયો હતો.
