Homeગુજરાતમોરબીરાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે ઠગાઈ કેસમાં મોરબી પોલીસે વધુ એક આરોપીની...

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે ઠગાઈ કેસમાં મોરબી પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

-

મોરબી સમાચાર :  રાજકોટના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુકેશભાઈ પ્રાગજીભાઈ રાદડીયાએ મોરબીના વિનુભાઈ તળશીભાઈ અઘારા, ભરતભાઈ વશરામભાઈ ડાભી, મનસુખ ધનજીભાઈ પરમાર, મુકેશભાઈ નારણભાઈ કંઝારીયા અને દયારામભાઈ સતવારા સામે છંતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે વિનોદ ઉર્ફે વિનુ તળસીભાઈ અઘારા,દયારામ સતવારા અને મુકેશભાઈ નારણભાઈ કંઝારીયા નામના આરોપીઓ ફરાર હતા જેમાં ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન (Morbi Police) પોલીસે વધુ એક આરોપી દયારામ સતવારાને ઝડપી પાડ્યો છે.

બોગસ આધાર કાર્ડ ઉભા કરી છેતરપિંડી

મુકેશભાઈ રાદડિયાની ફરિયાદ મુજબ આરોપીઓએ, ખોટા આધાર પુરાવા ઉભા કરી ભાગીદારી કરાર કરી અને ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી જયાબેન વશરામભાઈ ડાભીને ખાતેદાર બતાવી ફરિયાદીના રૂપિયા 35 લાખની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ જમીન મકાન લેવેચના ધંધા સાથે સંકળાયેલા મુકેશભાઈ રાદડિયાને ૧૭/૦૮/૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબીમાં આવેલ વકીલની ઓફીસમાં ફરિયાદીને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું આરોપી વિનુભાઇએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવી છેતરપિંડી કરી ભાગીદારીના નામે 35 લાખનો ચૂનો લગાવ્યો છે.

વઘુ વાંચો- મોરબી પોલીસ સફાળી જાગી 3 દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ; બોટાદ લઠ્ઠાકાંડની અસર ?

બે ભેજાબાજ આરોપી હજૂ ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી જયાબેન વશરામ ડાભીનું ખોટું નામ ધારણ કરનાર મહિલા આરોપી નયનાબેન પ્રવીણભાઈ ચાવડા, અલ્પેશ ભગવાનજીભાઈ નકુમ અને મનસુખ ધનજીભાઈ પરમારની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારે પોલીસે વધુ એક આરોપી દયારામ સતવારને પકડી પાડ્યો છે. જ્યારે વિનોદ ઉર્ફ વિનુ અઘારા અને મુકેશ કંઝારીયા ફરાર છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...