Homeગુજરાતમોરબીબાકીમાં આપેલા કરિયાણાના માલના પૈસા લેવા જતા વેપારીને માર પડ્યો: મોરબી

બાકીમાં આપેલા કરિયાણાના માલના પૈસા લેવા જતા વેપારીને માર પડ્યો: મોરબી

-

મોરબી : મોરબીમાં કરિયાણાના વેપારીએ ઉધારીમાં આપેલા માલની રકમ માંગતા આરોપીઓએ પૈસા ચૂકવવાના બદલે વેપારીને માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે વેપારી જીજ્ઞેશભાઈ અશોકભાઈ એરવાડીયાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

મોરબી (Morbi)માં કરિયાણાનો સામાન વેપારીએ બાકીમાં આપ્યો હતો જે રકમની ઉઘરાણી કરવા વેપારી આરોપીની દુકાને ગયા હતા. આરોપીની સમાકાંઠે રોયલ પાર્કમાં આવેલી દુકાને જઈ વેપારીએ બાકી નિકળતી રકમ માંગતા આરોપીને સારૂ ન લાગતા વેપારીને લોખંડના સળીયા વડે માર માર્યો હતો. ફરિયાદી વેપારીએ સાહેદને પણ આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

વધુ વાંચો- દારૂનો ધંધો નહીં જ ચાલે… મોરબીમાં દારૂનું ગોડાઉન ઝડપાયા બાદ 2 PSI સસ્પેન્ડ કરતા DGP

આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી વેપારી જીજ્ઞેશભાઈ એરવાડીયા ઉંમર વર્ષ 37ની ફરિયાદ કરતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે આરોપી કલ્પેશભાઈ ભગવાનજીભાઈ અને કલ્પેશભાઈના બાપુજી ભગવાનજીભાઈ અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ લીધી છે.

વધુ વાંચો- કાલાવડ તાલુકામાં જેટકોના વીજપોલ ખેડૂતો માટે બન્યા આફત: જામનગર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...