Homeગુજરાતમોરબીગેસનો બાટલો લેવાનું કહી ઘરેથી નિકળેલો યુવાન લાપતા, વિડીયોમાં આત્મહત્યા કરવ નિકળ્યાનું...

ગેસનો બાટલો લેવાનું કહી ઘરેથી નિકળેલો યુવાન લાપતા, વિડીયોમાં આત્મહત્યા કરવ નિકળ્યાનું કહ્યું: મોરબી

-

મોરબી: યા શનાળા ગામે બનેલ બનાવ : જતા જતા કરજ વધી ગયું હોય આત્મહત્યા કરવા જાવ છું તેવો વીડિયો પણ બનાવ્યોમોરબી : રાજકોટના શાપર વેરાવળના વતની યુવાને ઘરેથી રાંધણ ગેસની બોટલ લેવા જવાનું કહી ઘરેથી નીકળી ગયાની ઘટના સામે આવી છે. યુવક મોરબીના તળાવીયા શનાળા ગામે રહે છે અને સેનેટરીવેર કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવે છે. યુવક ઘરેથી ગેસની બોટલ લેવાનું કહી નિકળ્યા બાદ ઘરે પરત નહીં ફરતા તેની પત્નીએ પોલીસમાં ગુમ થયાની જાણ કરી છે. યુવકની પત્નીએ પોલીસને જણાવ્યું છે કે યુવકે પોતાના મોબાઈલમાં પોતે દેવામાં ડૂબી ગયો છે અને આત્મહત્યા કરવા જતો હોવાની વાતનો વિડીયો પણ બનાવ્યો છે.

વધુ વાંચો- સોશિયલ મીડિયા પર છાકટા થઈ વિડીયો મુકતા આરોપીઓ પર માલવિયાનગર પોલીસની તવાઈ

મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમ થનાર યુવક કલ્પેશ જયંતિભાઈ માકડીયા ઉંમર વર્ષ 35ના પત્ની મીનાક્ષીબેન માકડીયાએ પતિ ગુમ થયાની નોંધ કરાવી છે. મીનાક્ષીબેને જણાવ્યા મુજબ, પતિ ઘરેથી ગઈકાલે તારીખ 20 જૂલાઈના રોજ ગેસની બોટલ લેવા માટે જવાનું કહી જતા રહ્યાં બાદ પર નથી ફર્યા તેમ જણાવ્યું છે. યુવક તેની પત્ની મીનાક્ષીબેન સાથે મોરબીના તળાવીયા શનાળા ખાતે કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતો હોવાની માહિતી મળી રહી છે.

વધુ વાંચો- ઉપલેટાના ગધેથડ ગામ નજીક વેણુ-૨ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થવાની શક્યતા

પ્રાપ્ત વિગતો મુજબ ગુમ થયેલો કલ્પેશ પાતળા બાંધાનો અને ચહેરો લંબચોરસ તેમજ રંગે ઘઉં વર્ણો છે. યુવકના હાથ પર ડાબા હાથમાં અંગ્રેજીનો અક્ષર ‘K’ ત્રોફાવેલ છે. જ્યારે તે ઘરેથી નિકળો ત્યારે આછા ટામેટા રંગના શર્ટ અને કોફી કલરના જીન્સના પેન્ટ પહેરીને નિકળો હતો. સાથે જ ઘર છોડતા પહેલા તેણે પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી પોતાના પર દેવુ વધી ગયું હોવાનું અને પત્નીને સરકાર મદદ કરે તેવી આજીજી કરી પોતે આત્મહત્યા કરવા જવાનું જણાવ્યું હતું.

Must Read