Homeગુજરાતમોરબીવાંકાનેરમાં 5 હળવદમાં 7 જુગારના પત્તા ટીંચતા પકડાયા

વાંકાનેરમાં 5 હળવદમાં 7 જુગારના પત્તા ટીંચતા પકડાયા

-

મોરબી ન્યુઝ : મોરબીના વાંકાનેર (Wankaner)માં પોલીસે દરોડો કરી શ્રાવણીયો જુગાર રમતા 5 અને હળવદ (Halvad)માં 7 ખેલીઓ પકડી પાડ્યા છે.

પોલીસે 5 જૂલાઈના રોજ વાંકાનેરના નવાપરા શેરી નંબર 1માં રામાપીરના મંદિર પાસે દરોડ કર્યો હતો. પોલીસે દરોડો કરી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા આરોપી દેવીદાસભાઇ દયારામભાઇ દુધરેજીયા, ખેગારભાઇ છનાભાઇ પાડલીયા, મેરૂભાઇ દેવશીભાઇ પાડલીયા, હુશેનભાઇ હારૂનભાઇ માકવાણી,પ્રકાશભાઇ મણીભાઇ બારભાયાને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 12,150ની રોકડ કબ્જે લઈ કાર્યવાહી કરી હતી.

બીજ તરફ મોરબીના હળવદ તાલુકામાં પણ પોલીસ જુગાર રમતા આરોપીઓ પર ત્રાટકી હતી. હળવદ પોલીસે ડુંગરપુર ગામમાં જાહેરમાં બેસી જુગાર રમતા આરોપી વિક્રમભાઇ ગણેશભાઇ માહરણીયા, પ્રહલાદભાઇ કરશનભાઇ સુરાણી, રોહિતભાઇ પ્રભુભાઇ ફિસરીયા,જયસુખભાઈ હેમુભાઇ ફિસરીયા, સંતરામભાઈ અવચરભાઇ વિઠ્ઠલાપરા, વિજયભાઇ દેવરાજભાઇ ફીસડીયા, અજીતભાઇ લખમણભાઇ જખવાડીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસે રહેલી રકમ સહિત કુલ રૂપિયા 12,600નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારામી કલમ 12 મજુબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Must Read