Homeગુજરાતમોરબીમોરબીમાં LCB એ દારૂનું ગોડાઉન ઝડપ્યું એક ઝડપાયો ત્રણના નામ ખોલ્યા

મોરબીમાં LCB એ દારૂનું ગોડાઉન ઝડપ્યું એક ઝડપાયો ત્રણના નામ ખોલ્યા

-

Morbi News Update : મોરબીના લીલાપર ગામમાં LCB (Morbi LCB)ની ટીમે દરોડો પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. મોરલી LCBની ટીમને ખાનગી બાતમી મળી હતી કે લીલાપર ગામની સીમમાં રાધે પાર્ટી પ્લોટના પાછળના ભાગે સીમમાં આવેલા ગોડાઉન ભાડે રાખીને દારૂનો કાળો કારોબાર (Illegal liquor business) ચાલી રહ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે ગોડાઉનમાં દરોડો પાડતા ગોડાઉનમાંથી ઓલ સીઝન ગોલ્ડન વ્હીસ્કી (Old Season Whiskey) 2016 બોટલ જેની કિંમત રૂપિયા 12,09,600, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 1320 બોટલ કિંમત રૂપિયા 6,86,400, મેકડોવેલ નંબર વન વ્હીસ્કી (Mc Donald No.1 Whiskey) ની 4200 બોટલ કિંમત રૂપિયા 15,75,00 અને રોયલ સ્ટેગ વ્હીસ્કી (Royal Stag Whiskey) ની 1452 બોટલ જેની કિંમત રૂપિયા 5,80,800 મળી કુલ રૂપિયા 40,51,800 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

વધુ વાંચો- રાજકોટમાં 500 રૂપિયા નહીં આપતા મિત્રએ જ મિત્રને ઝીંક્યા છરીના ઘા ઝીંક્યા

LCBની ટીમે આરોપી મિત વિજયભાઈ ચૌહાણને ઝડપી લીધો હતો. દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂના આ કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય ત્રણ અન્ય વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. જેમાં આરોપી દીપકસિંહ ખોડુભા વાઘેલા, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણના નામ ખુલતા ત્રણેયને ફરાર દર્શાવીને મોરબી તાલુકા મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વુધ વાંચો- 12 લાખનો ચૂનો ચોપડ્યાની 26 દિવસે નોંધાઈ પોલીસ ફરિયાદ: ઉના

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...