Morbi News Update : રાજ્યમાં શ્રમિકાનો મૃત્યુની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના મોરબીમાં સામે આવી છે. જેમાં કારખાનામાં ટાંકી પરથી પડતા એક શ્રમિકનું મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને મોરબીના મહાદેવ મિનરલ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા કામદારનું મોત નિપજ્યું છે. કામદાર સુનિલભાઈ રમેશભાઈ મેળા મોરબીના રંગપર ખાતે આવેલી એપ્રિકોન સીરામિક ફેક્ટરીમાં રાત્રિના સમયે કામ કરી રહ્યો હતો. દરમિયાન ડસ્ટ કલેક્ટ કરવાની ટાંકી પર સીડી વાટે ચઢ્યો હતો.
વધુ વાંચો- મહિલા પીઆઈ શેરગીલની સર્વિસ પિસ્ટલ લઈ રૌફ જમાવતો આરોપી પતિ ઝડપાયો: રાજકોટ
પરંતુ અકસ્માતે સુનિલભાઈ ટાંકી પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. ઘવાયેલા કામદારે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હોવાની માહિતી મળી રહી છે. હાલ આ મામલે મોરબી તાલુકા પોલીસે CRPC ની કલમ 174 ગુનો નોંદી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો- દારૂ ખરાબ નથી ! જગમાલ વાળાની સભામાં બફાટ થયો…