Homeગુજરાતમોરબીટિકર(રણ) ગામ પાસેથી પિસ્તોલ સાથે આરોપી પકડી હળવદ પોલીસે કાર્યવાહી કરી

ટિકર(રણ) ગામ પાસેથી પિસ્તોલ સાથે આરોપી પકડી હળવદ પોલીસે કાર્યવાહી કરી

-

હળવદ ન્યુઝ : મોરબી (Morbi)ના હળવદ તાલુકાના ટિકર (રણ) ગામ પાસેથી પોલીસે દેશી પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ હળવદ પોલીસે હળદવ (Halvad)ના ટિકર (રણ) ગામ પાસે કોઝવે પરથી પસાર થઈ રહેલા શખ્સને શંકાના આધારે અટકાવ્યો હતો. પોલીસે શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી મળેલી પિસ્તોલ કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી હતી.

હળવદ પોલીસે ગુનો નોંધી આરોપી પાસે પિસ્તોલ કેવી રીતે આવી અને કોણે આપી તેવી પુછપરછ કરતા આરોપીએ પિસ્તોલ નૂરસિંગ ઈકસિંગ આદિવાસી હાલ લક્ષ્મીનગર મોરબી અને મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ટાંકા તાલુકાના જળઆંબલી ગામનાએ આપી હોવાની કબૂલાત આપી છે. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો- ફરી એકવાર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ્દ

Must Read