Homeગુજરાતમોરબીમોરબીમાં આગામી રવિવારે વિનામૂલ્યે રોપા વિતરણ 

મોરબીમાં આગામી રવિવારે વિનામૂલ્યે રોપા વિતરણ 

-

મોરબી સમાચાર : પર્યાવરણના જતન અને વૃક્ષ બચાવવા તેમજ ઉછેરવા લોકજાગૃતિ ખુબ જરૂરી બની ગઈ છે.આ કાર્ય માટે કેટલાક સમાજિક સંસ્થાઓ દ્વારા લોકોને રોપા વિતરણ કરવામાં આવતું હોય છે. સાથે જ પર્યાવરણમાં વૃક્ષોના મહત્વ અંગે જાગૃત કરવામાં આવતા હોય છે. ત્યારે મોરબી ખાતે મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ અને વન વિભાગ અને ઇન્ડિયન લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

રોપા વિતરણ કાર્યક્રમ આગામી 31 જૂલાઈના રોજ સવારે 9:30 કલાકે સંદેશ ઓફિસ નીચે, કભીબી બેકરી પાસે, રામ ચોક નજીક, શનાળા રોડ, મોરબી ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં લોકોને વિનામૂલ્યે જામફળ, દાડમ,જાંબુ,આંબલી,આમળા,લીમડો,કરંજ સહિતના રોપાનું વિતરણ કરવામાં આવશે.અત્રે નોંધવુ કે સોશિયલ ડિસ્ટન્સ સાથે રોપા વહેલા તે પહેલાના ધોરણે મળશે તેમજ એક વ્યક્તિને એક જ રોપ આપવામાં આવશે.

વધુ વાંચો- મોરબીમાં 800 લીટર દારૂની રેલમછેલ થાય તે પહેલા હળવદ પોલીસે પકડી લેતા હાશકારો

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...