Morbi News Update : મોરબી તાલુકાના જેતપર રોડ પર આવેલા બેલા ગામ (Bela Village)ની સીમમાં આવેલા કારખાનામાં એક યુવાનને ચોરી કરવા આવ્યો હોવાની શંકા રાખીને ટોળાએ માર માર્યો હતો. જે દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસે (Morbi Police) સાત આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મોરબી તાલુકા પીએસઆઇ ડી.વી.ડાંગરે ફરિયાદી બનીને તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બેલા ગામની સીમમાં એક આશરે 30 થી 35 વર્ષની ઉંમરનો અજાણ્યો યુવાન કારખાનામાં ચોરી કરવા આવ્યો હોવાની શંકા રાખીને 7 લોકોએ સાથે મળીને ગેરકાયદેસર રીતે લાકડાના ધોકા જેવા હથિયારો વડે માર માર્યો હતો.
વિડીયો- પોલીસ ગ્રેડ પેની માગણીમાં સફળતા કેમ નહીં ? આવું કેમ ?
જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોચતા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મોરબી તાલુકા પોલીસે આરોપીઓ રાજપાલસિંગ રામનાથસિંગ રાજપૂત, રમેશ પ્યારજી સવંધીયા, હરિરામ મલમ રજક, મોહન ઉર્ફે છોટુ લક્ષ્મણ કુશવાહા રહે બધા બેલા સીમ મફત મિનરલ કારખાના લેબર ક્વાર્ટર તેમજ રવિ રમેશ કાવર રહે હરિઓમ પાર્ક ઘૂટું રોડ મોરબી, વિનોદ ઉર્ફે વીકી કરશન આમેસડા રહે હાલ મકનસર તા. મોરબી મૂળ માલ્ગામ તાલુકા કોડીનાર અને ગણપત રતિલાલ કાવર બેલાના સીમ મફત મિનરલ કારખાનાના લેબર કવાર્ટરના રહેવાસી એમ સાત આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વાંચો- રાજકોટમાં વેપારીને જીઓ કંપનીના ઓફિસરના નામે ફોન આવ્યો અને થયું આવું !