મોરબી સમાચાર : તાજેતરમાં જ મોરબી નગરપાલિકા (Morbi Nagarpalika)માં યુવાનો દ્વારા શાકભાજીનું માર્કેટ ખસેડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હેવ શાખભાજીની લારીવાળા ગરીબ ધંધાર્થીઓએ પણ કલેકટરને રજૂઆત કરી છે. લારીવાળાઓએ રજૂઆત કરતા કહ્યું કે સાહેબ અમારા વિરૂધ્ધ ખોટી અરજીઓ કરાઈ રહી છે અમે કોઈને નડતા નથી મહેરબાની કરી અમને ગુજરાન ચલાવવા માટે ધંધો કરવા દો.
મોરબી (Morbi)ના નરસંગ ટેકરી મંદિર પાસે શાકભાજી તેમજ ફળની લારીઓ લઈ ફેરિયાઓ વ્યવસાય કરે છે. ફરિયાઓને કારણે ટ્રાફિકની સમસ્યા પેદા થવા સહિતના વાંધા સાથે થોડા દિવસ પહેલા મોરબી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી.
બાપાસીતારામ ચોક, નરસંગ ટેકરી મંદિર અને રવાપર રોડ પર 15-17 વર્ષથી લારી લઈ ફરિયાઓ શાકભાજી અને ફળ વેચાણ કરે છે. વળી આ ફેરિયાઓ માત્ર સવારે 8 થી 12 વાગ્યા સુધી જ ત્યાં ઉભા રહે છે. આ ફરિયાઓને કારણે ટ્રાફિકની સમસ્યાની રજૂઆત સામે કલેકટર સમક્ષ ફેરિયાઓએ પણ રજૂઆત કરી રોજી રળવા દેવામાં આવે અને ખોટી ફરિયાદને ધ્યાને નહીં લેવા માટે આવેદન આપ્યું હતું.
વધુ વાંચો- દારૂ ઘુસાડવાનો એકદમ નવો કિમિયો પકડી પાડતી પોલીસ: વલસાડ