મોરબી ન્યુઝ : મોરબી (Morbi)માં ગંદા પાણીની ફરિયાદથી નગરજનો કંટાળી ગયા છે. એવામાં મહેન્દ્રનગરમાંથી તાજેતરમાં નવી બનેલી ગ્રામપંચાયત ઈન્દિરા નગરમાં નળમાંથી કથિત રીતે મૃત સાર નિકળ્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને તંત્ર દ્વારા જવાબદારી સામે તાત્કાલીક પગલા લેવા માગણી કરવામાં આવી છે.
વધુ વાંચો- ગીર સોમનાથ પોલીસને દરિયાકાંઠે પણ ખુબ મોટો શંકાસ્પદ માદક પદાર્થ જથ્થો મળ્યો
મોરબીમાં તાજેતરમાં નવી બનેલી ગ્રામપંચાયત ઈન્દિરાનગર (Indiranagar)માં એક ઘરે નળમાંથી આવતા પાણી સાથે મૃત સાપ નિકળ્યો હતો. પાણી સાથે સાપ નળ વાટે પહોંચી જતા લોકોએ પાણીની ગુણવત્તાના નિયંત્રણ પણ સવાલ કર્યા છે. લોકોનું માનવું છે કે અવાર-નવાર ગંદા પાણીની ફરિયાદો વચ્ચે આ ઘટના તંત્રની નાગરિકોના આરોગ્ય પ્રત્યેની સભાનતા કેટલી છે તે બતાવે છે.