Homeગુજરાતમોરબીટંકારામાં પરિણીતાને આત્મહત્યા માટે મજબુર કરનાર સાસરિયા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ: મોરબી

ટંકારામાં પરિણીતાને આત્મહત્યા માટે મજબુર કરનાર સાસરિયા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ: મોરબી

-

ટંકારા સમાચાર : મોરબી (Morbi) જિલ્લાના ટંકારામાં સાસરીયા દ્વારા પરણિતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધવવામાં આવી છે. કથિત રીતે સાસરીયા દ્વારા પરણિતાને આંખના નંબરને કારણે માથાનો દુઃખાવો થતો હોય બ્યુટીપાર્લરનું કામ નહીં કરવા બોલાચાલી અને માનસીક ત્રાસ આપતા પરણિતાએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના હડમતીયાના ફરિયાદી કમળાબેન ભીખાભાઈ સીણોજીયા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન (Tankara Police Station) ખાતે ફરિયાદન નોંધાવવામાં આવી છેે કે ગત તારીખ 28 જૂલાઈના રોજ તેમની દીકરી સુમિતાને મેણાટોણા અને માનસીક ત્રાસ આપતા સુમિતાને ગળેફાસો ખાઈ આત્મહત્યા કરવા મજબૂર કરી હતી.

વધુ વાંચો- લાતી પ્લોટમાં બિસ્માર રસ્તા પર રિક્ષા પલ્ટી જતા ચાલક ઈજાગ્રસ્ત : મોરબી

ફરિયાદીએ પુત્રીના સાસરીયા દુર્ગાબેન ભુદરભાઈ ભાલોડીયા, ભુદરભાઈ ઋગનાથભાઈ ભાલોડીયા, અને જમાઈ જયદીપભાઈ ભુદરભાઈ રહે, જબલપુર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તારીખ 28 જૂલાઈની સાંજે 6 વાગ્યે જબલપુર ખાતે પાણી મોટરથી ટાંકામાં ચઢાવવા માટે લાઈટ બીલ મામલે તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસીક ત્રાસ આપ્ય હતો. ઉપરાંત આરોપી મૃતકના પતિએ સુમિતાબેનના માથામાં આંખના નંબરના કારણે દુઃખાવો થતો હોય જણાવી દવાખાને લઈ જવા અવાર-નવાર કહ્યું હતું. પરંતુ છતાં આરોપી ધ્યાન નહીં આપી ચશ્મા પહેરવા અને બ્યુટી પાર્લરનું કામ નહીં કરવા મામલે ઝઘડો કરી બોલાચાલી કરી હતી.

આમ મૃતકે માનસીક ત્રાસના કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યા સબબની ફરિયાદ મૃતકની માતા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

વધુ વાંચો- પરણિતા પર બળાત્કારના કેસમાં ગુનો નોંધાતા વનવિભાગના RFOની ધરપકડ: વેરાવળ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...