Morbi News Update : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (Morbi Taluka Police)માં એક કારખાનાની ઓરડીમાં દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. મોરબીના ગ્રામ્ય વિસ્તારની પરણિતાએ મરજી વિરૂધ્ધ શરીર સંબધ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
ભોગ બનનાર મહિલાએ પોતાના પતિને મારી નાખવાની ધમકી આપી આરોપી જયેશ જગાભાઈ કગથરાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી રંગપરના વિરાટનગરના રહેવાલી હોવાનું જણાવાયું છે.
વધુ વાંચો- ફાસ્ટ બૉલર અર્શદીપથી કેચ છુટતા ટ્રોલીંગ બાદ બચાવમાં આવી હસ્તીઓ જૂઓ શું કહે છે
કથિત રીતે આરોપીએ પીડિતાને કારખાનાની ઓરડીમાં મરજી વિરૂધ્ધ હત્યાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું. જો પિડીતા કોઈને આ બાબતે કહે તો હત્યા કરી નાખીશ તેવી ધમકી આપ્યાના આક્ષેપ પણ પીડિતાએ કર્યા છે.
ફરિયાદી પીડિતાના પતીએ આ મામલે સમજાવવા માટે વાત કરી તો તેમને પણ આરોપીએ મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ પીડિતાની ફરરિયાદના આધારે દુષ્કર્મ અને ધમકી આપવાના આરોપ સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જૂઓ- મેળામાં 50 ફૂટ ઉપરથી નીચે પટકાઈ રાઈડ