Homeગુજરાતમોરબીમોરબીમાં યુવક પર થયેલો હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

મોરબીમાં યુવક પર થયેલો હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

-

મોરબી ન્યુઝ : મોરબી (Morbi)માં મોબાઈલના વેપારી પર રાત્રીના સમયે હિચકારા હુમલાની ઘટના હત્યાના બનાવમાં પલટાઈ છે. મૃતક આરોપીની બહેન સાથે રાત્રિના સમયે વાતો કરતો હોય મોબાઈલ વેપારીને આરોપીએ નિશાન બનાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

સમગ્ર ઘટના એવી છે કે, મોરબીના ભક્તિનગર સર્કલ (Bhaktinagar Circle)નજીક મોટર સાયકલ અથડાવી યુવાનને નીચે પટકી દઈ ત્રણ આરોપીઓએ યદુનંદન સોસાયટીમાં રહેતા મોબાઈલ ફોનના વેપારી પર છરીના ઘા ઝીંક્યા હતા. હુમલાખોરે હુમલો કર્યા પાછળનું કારણ મૃતક આરોપીની બહેન સાથે પોન પર વાત કરતો હતો તે સામે આવ્યું હુતં. હિચકારા હુમલામાં ઘાયલ થયેલા ભાવિક ભરતભાઈ પુજારા ઉંમર વર્ષ 28નું ગતરોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

વધુ વાંચો- જામનગરમાં ભાજપના પૂર્વ મંત્રી આર.સી. ફળદુને ભાગવું પડ્યું, જાણો કેમ ?

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, મોબાઈલની દુકાન ચલાવતો મૃતક ભાવિક પુજારા થોડા દિવસ પહેલા રાત્રિના સમયે ભક્તિનગર સર્કલ પાસેથી મોટરસાયકલ પર પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેના પણ હુમલો થયો હતો. હુમલાના આરોપી ઈલ્યાસ ઈબ્રાહીમભાઈ બ્લોચ, નવાજ બ્લોચ અને સહેજાદ શબ્બીરભાઈ સિપાઈએ મૃતક સાથે બાઈક અથડવા પટકી દીધો હતો. બાદમાં છરીના ઘા ઝીંકી આરોપીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

ઘાયલ ભાવિકને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મામલાની જાણ થતા જ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીઓએ તેની બહેન સાથે ફોનમાં વાત કરતા હોય મૃતક પર હુમલો કર્યાનું ખુલ્યું હતું. પોલીસે મારામારી અને હુમલાની આ ઘટનામાં હત્યાની કલમ ઉમેરો કરી ત્રણેય આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- પુત્રએ પિતાની હત્યા કરી મૃતદેહને ગોબર ગેસના ખાડામાં દાટી દીધો: પોરબંદર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...