Homeગુજરાતમોરબીમોરબી પોલીસે દેશી દારૂ પર બોલાવી ઘોંસ; 7ની આરોપીની ધરપકડ

મોરબી પોલીસે દેશી દારૂ પર બોલાવી ઘોંસ; 7ની આરોપીની ધરપકડ

-

મોરબી : બોટાદમાં લઠ્ઠાકાંડ (Latthakand Botad) ઘટનામાં મોટી સંખ્યામાં મૃત્યુના અહેવાલો મળી રહ્યાં છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે દેશી દારૂના વેપારીઓ પર ઘોંસ બોલાવવાની શરૂઆત કરી છે. મોરબી જિલ્લા પોલીસે કાર્યવાહી કરી 7 ઈસમ ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

મોરબી પોલીસે 7 દરોડા કરી આરોપીની કરી ધરપકડ

મોરીબ પોલીસે ત્રાજપર ખારી રામકુવા રોડ પાસેથી 5 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો.

જ્યારે બેલા ગામની સીમમાં દરોડો કરી મહિલા આરોપી યાસ્મીનબેન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચણીયાના કબ્જામાંથી 25 લીટર દારૂ પકડી પાડ્યો હતો.

વાંકાનેરના પાડધરા ગામની ચોકડી પાસેથી મનસુખ ગણેશબાઈ દેકાવાડીયાના કબ્જામાંથી 10 લીટર દેશી દારૂ ઝડપાયો હતો.

વધુ વાંચો- ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા; મોરબી

વધુ વાંચો- રાજકોટમાં દારૂના કેસમાં વોન્ટેડ બુટલેગર મોરબી પોલીસે ઝડપી પાડ્યો

વાંકાનેરના નવા કણકોટ-2 વાસુકી દાદાના મંદિર પાસેથી મહિલા આરોપી જોમીબેન હેમુભાઇ જખાનીયાના કબ્જામાંથી 5 લીટર દેશી દારૂ પકડાયો હતો.

વાંકાનેરમાં મીલ પ્લોટના મચ્છુ માતાજીના મંદિર પાછળના વિસ્તારમાંથી આરોપી આમદભાઈ હાસમભઆઈ કટીયાના કબ્જામાંથી 5 લીટર દારૂ પકડી પાડ્યો હતો.

 પોલીસે સુમીતા બેન પરેશભાઈ વાઘેલા નામની મહિલાને પણ ટંકારાના અમરાપર રોડ પરથી 20 લીટર દેશી દારૂ સાથ પકડી પાડી હતી.

માળીયાના સરવડ ગામ પાસેથી આરોપી દોસમામદ મહંમદ કટીયાને પોલીસે 2 લીટર દેશી દારૂ સાથ પકડી કાર્યવાહી કરી હતી.

મોરબી પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ પોહિબિશનની કલમ 65 એ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Must Read