Homeગુજરાતમોરબીવાંકાનેરના ઢુવા ગામે જુગાર રમતા 12 આરોપી પકડી પાડતી મોરબી એલસીબી

વાંકાનેરના ઢુવા ગામે જુગાર રમતા 12 આરોપી પકડી પાડતી મોરબી એલસીબી

-

મોરબી સમાચાર : મોરબી એલસીબી (Morbi LCB) દ્વારા બાતમીના આધારે વાંકાનારેના ઢુવા ગામેથી વાડીમાં ચાલી રહેલો જુગાર ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડો કરી ગંજીપાનાથી જુગાર રમતા 12 આરોપીની રૂપિયા 2 લાખ 7 હજાર કરતા વધારેની રકમ સાથે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 3 લાખ 17 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામના સ્મશાન સામે આવેલી મોરીયુ તરીકે ઓળખાતી વાડીમાં જુગાર ચાલી રહ્યો છે. પોલીસે બાતમી વાળી જગ્યા પર દરોડો કરતા લાખો રૂપિયાની રકમનો જુગાર રમતા 12 આરોપી રંગેહાથ ઝડપાયા હતા.

Morbi LCBએ વાડીમાં જુગાર રમતા આરોપી

વધુ વાંચો- મોરબી પોલીસે દેશી દારૂ પર બોલાવી ઘોંસ; 7ની આરોપીની ધરપકડ

  1. રવિરાજસિંહ પ્રતાપસિંહ સિંધવ
  2. માધવસિંહ ગગજીભાઇ રાઠોડ
  3. ગીરીશભાઇ ઉર્ફે ગૌતમ મેઘરાજભાઇ મોહીનાણી
  4. ધીરૂભાઇ ભલાભાઇ રોજાસરા
  5. મેહુલસિંહ પ્રતાપસિંહ રાઠોડ
  6. મયુરભાઇ પરસોતમભાઇ ભાડજા
  7. કુલદિપભાઇ અજીતભાઇ પરમાર
  8. કિશનભાઇ વશરામભાઇ ચનીયારા
  9. જાવેદભાઇ ગુલામભાઇ સિપાઇ
  10. કુતબેઆલમ રસુલભાઇ સિપાઇ
  11. પૃથ્વીરાજભાઇ નીતીશભાઇ ચૌહાણ
  12. રાજદાનભા લાલુદાન ગુઢડા

વધુ વાંચો- યુવાન દંપતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવનને કહ્યું અલવિદા: રાજકોટ

પ્રાપ્ત વિગતો અનુસાર તમામ આરોપીઓ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાા ઢુવા ગામના રહેવાસી છે. આરોપીઓની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Must Read