Homeગુજરાતમોરબીમોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

-

મોરબી સમાચાર : આગામી તારીખ 1 ઓગસ્ટના રોજ મોરબી તાલુકાના પાનેલી (Paneli Village Morbi) ગામ ખાતે સરમરિયા દાદાના નવ નિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે, સાથે જ મહોત્સવમાં ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવશે.

સમરમરિયા દાદાના મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે તારીખ 31 જૂલાઈના રોજ ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સાથે જ રાત્રીના 9:30 કલાકે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવશે. સંતવાણીમાં વિખ્યાત સંતવાણીના કલાકાર રામદાસ ગોંડલિયા અને સોનલબેન ઠાકોર સ્વર જ્યારે રાસ ગરબામાં ભાવેશ ભરવાડ રમઝટના સૂર રેલાવશે.

વધુ વાંચો- મોરબીમાં આ સ્થળે લહેરાશે 108 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ

આગામી તારીખ 1 ઓગસ્ટના રોજ સવારે 9:15 વાગ્યે મહાયજ્ઞ બાદ બપોરે ધ્વાજ રોહણ અને મહાઆરતીનું આયોજન કરેલ છે. ભક્તો માટે બપોરના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. સરમરિયા દાદાની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે સમસ્ત પાનેલી ગામ દ્વારા ભક્તોને મંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વધુ વાંચો- કેમિકલવાળું પાણી પીવાથી અસર થઈ; બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું નિવેદન

Must Read