Homeગુજરાતમોરબીખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા; મોરબી નગરપાલિકા મોટા અકસ્માતની રાહ જૂએ છે ?

ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા; મોરબી નગરપાલિકા મોટા અકસ્માતની રાહ જૂએ છે ?

-

મોરબી : મોરબી નગરપાલિકાના વિકાસમાં બેદરકારીની ગાથા ક્યારેક લત્તાવાસીઓ ગંદકીની વ્યથા રજૂ કરી વર્ણવે છે તો ક્યારેક હાડકા ખખડાવી નાખે તેવા બિસ્માર રસ્તા પરથી આવેલો વાહન ચાલક વર્ણવતો હોય છે. ત્યારે હવે એક નવી બેદરકારીની ગાથા ભૂગર્ભ ગટરની કુંડીમાં ખબકેલી રીક્ષાની તસવીર વર્ણવી રહી છે.

મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ નજીક આવેલી ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી વાહન ચાલકો માટે જોખમ સર્જી રહી છે. મોરબીના માર્ગ પર ખુલ્લી ગટરમાં અગાઉ પણ વાહનો ફસાયાની ઘટના બની છે પરંતુ તંત્રએ કોઈ પગલા લઈ ગટર બંધ કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે આજે પેસેન્જર સાથેની રિક્ષા આ કુંડીમાં ખૂંપી ગઈ હતી અને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. સદનસિબે રિક્ષામાં બેઠેલા પેસેન્જરોને કોઈ ઈજાના અહેવાલ નથી.

રિક્ષાનું એક પૈડું ભૂગર્ભ ગટરની ખુલી કુંડીમાં ઘુસી જતા રિક્ષા રીતસરની ગટરમાં ફસાઈ હતી. આસપાસના લોકોએ પેસેન્જરને બહાર કાઢી રિક્ષાને બહાર કાઢવા મદદ કરી ત્યારે રિક્ષા બહાર નિકળી હતી. ત્યારે લોકોમાં ચર્ચા હતી કે ઘણી વખત લોકોના વાહન ફસાયા અને નાના અકસ્માત થયા છે છતાં તંત્રની ઉંઘ ઉડી ન હતી. રસ્તા પરની આ ગટર સતત પસાર થતા વાહન ચાલકો માટે કાળની જેમ મોં ખોલીને બેઠી હોય છે. ત્યારે તાત્કાલીક નગરપાલિકા કાર્યવાહી કરી આ ગટર બંધ કરાવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.

વધુ વાંચો- જેતપુરના રસ્તા પર આખલા યુધ્ધ; તંત્ર નિર્દોષ નાગરિક ભગો બને ત્યારે જાગશે ?

વધુ વાંચો- જેતપર-પીપળી રોડ ઉપર બે કલાકથી ટ્રાફિકજામ: મોરબી

વધુ વાંચો- કલ્યાણપુરના ચંદ્રાવાડામાં શંકાસ્પદ રીતે મહિલાના મૃત્યુ મામલે આરોપી ભાઈ અને જેઠની અટકાયત

Must Read