Homeગુજરાતમોરબીમોરબીના જેતપરમાં યુવાન પર હુમલાની ઘટનાના ઘેર પ્રત્યાઘાત; ગામ સજ્જડ બંધ

મોરબીના જેતપરમાં યુવાન પર હુમલાની ઘટનાના ઘેર પ્રત્યાઘાત; ગામ સજ્જડ બંધ

-

મોરબી ન્યુઝ : મોરબી જિલ્લાના જેતપર ગામ (Jetpar Village Of Morbi) માં માથાભારે શખ્સો દ્વારા યુવાન પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગ્રામજનોએ આજરોજ ગામ સજ્જડ બંધ રાખી મોરબી જિલ્લા કલેકટર (Morbi Collector) અને મોરબી જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા હતા.

મોરબીના જેતપર ગામે ગતરોજ તારીખ 22 ઑગસ્ટે માથાભારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. માથાભારેની છાપ ધરાવતા આરોપીઓ દ્વારા યુવાન પર હુમલો થતા ગ્રામજનોએ આજરોજ 23 ઑગસ્ટે ગામ બંધ રાખ્યું હતું. ઘટનાના ઘરે પ્રત્યાઘાત પડતા પૂર્વ ધારાસભ્ય અને જેતપર ગ્રામપંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે કલેકટર અને એસપીને આવેદન આપી કાર્યવાહીની માગણી કરવા પહોંચ્યા હતા.

વધુ વાંચો- સુત્રો મુજબ ભાજપ સી.આર. પાટીલને હટાવી રહ્યું છે; જાણો કોણે કહ્યું આવું

યુવાન પર હુમલો કરનાર આરોપી શખ્સો નદીમાંથી ખનીજ ચોરી અને ગેરકાયદેસર રીતે પેશકદમી કરવા તેમજ હુમલા કરવાની ટેવ ધરાવે છે તેવો આવેદન આપવા પહોંચેલા આગેવાનો જણાવી રહ્યાં છે. ત્યારે આરોપીઓ દ્વારા ગામમાં આંગણવાડી પાસે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દુકાન ઉભી કરી ભાડે આપી દેવાયા, અને ખેડૂતોનો રસ્તો બંધ કરી દબાણ કર્યા સહિતના આક્ષેપ સામે આવ્યા છે.

ગ્રામજનો દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કડક પગલા ભરવામાં આવે તેવી માગણી સાથે કલેકટર અને મોરબીના પોલીસ વડાને આવેદન પત્ર પાઠવ્યું છે.

વધુ વાંચો- મહાત્મા ગાંધી વિરૂધ્ધની કવિતાથી બખેડો સર્જનાર મધ્યપ્રદેશના કવિને નોટિસ: રાજકોટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...