Homeગુજરાતમોરબીમોરબી સિટી એ ડિવિઝન પોલીસે 2 દરોડામાં 9 આરોપી જુગટુ રમતા પકડ્યા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે 2 દરોડામાં 9 આરોપી જુગટુ રમતા પકડ્યા

-

મોરબી ન્યુઝ : મોરબી પોલીસે ગતરોજ જુગાર રમતા બે દરોડા પાડી કુલ 9 આરોપી પકડી પાડ્યા હતા. પોલીસે કરેલી દરોડની કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 22,600ની રોકડ કબ્જે કરી જુગાર અટકાયતી કાયદા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબીના પંચાસર રોડ પર મોરબી સિટિ એ ડિવિઝન (Morbi City A Divison)ની ટીમે ગીતા ઓઈલ મીલ પાસે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે જાહેરમાં જુગાર રમતા આરોપી જુસબભાઈ અલ્લારખાભાઈ ચાનીયા, મુસ્તાકભાઈ ઉર્ફે બાબુ હાજીભાઈ સઈચા, રફીકભાઈ તારમામદભાઈ સુમરા, કાસમભાઈ દાઉદશા શાહમદાર, મુનીરભાઈ અકબરભાઈ રાઉમા/સંધી, અને શૌકતભાઈ અલીભાઈ બાંભણીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 21,200 કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

વધુ વાંચો- રાજકોટમાં જુગારીઓને પોલીસનો ખૌફ નથી ? કે જાહેરમાં જુગાર રમવાનો ક્રેઝ છે ?

સિટિ એ ડિવિઝનની ટીમે બીજો દરોડો વજેપર વિસ્તારમાં કર્યો હતો. જેમાં વજેપર શેરી નંબર 15ના નાકા પાસેથી જુગારના ખૈલેયાઓ આરોપી પકડાયા હતા. પોલીસે જુગાર રમવાના ગુના સબબ આરોપી ગીરીશભાઈ નારણભાઈ કણઝારીયા, ફારુકભાઈ ઈકબાલભાઈ પાયક, નારણભાઈ નરશીભાઈ કણઝારીયાને ઝડપી રોકડ રકમ 1400 કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

Must Read