Morbi News Update : તાજેતરમાં નજીવી બાબતોને લઇ મારામારીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આવી જ એક ઘટના મોરબીના ઉમા ટાઉનશીપ (Uma Township)માં બની છે. જેમાં નજીવી બાબતે છ ઇસમોએ એક યુવાન સાથે મારામારી કરીને છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે બી ડિવીઝન પોલીસે (Morbi B Division Police Station) ફરિયાદ નોંધીને ગુનામાં સંડોવાયેલા 6 આરોપીને ઝડપી લીધા છે.
ફરિયાદી રાહુલભાઈ ઉર્ફે મુનો કાંતિલાલ વિડજાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગાડીઓ હટાવવા બાબતે તેને આરોપીઓ સાથે માથાકૂટ થઇ હતી. આ બાબતનો ખાર રાખીને નિશિત નામના આરોપીએ રાહુલને સમાધાનના બહાને મળવા બોલાવ્યો હતો. રાહુલ જ્યારે નિશિતે બતાવેલા સ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં અગાઉથી નિશિતની સાથે ઉભેલા પાંચ વ્યક્તિઓએ રાહુલ સાથે મારામારી કરી હતી. તેમજ એક ઇસમે છરી વડે ઇજા પણ પહોંચાડી હતી. રાહુલે આરોપી પ્રકાશભાઇ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા, અમૃતલાલ કુંડારીયાનો દિકરો નિશિત અને 3 અજાણ્યા શખ્શો વિરૂધ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિડીયો- 62 વર્ષનો ઢગો લિફ્ટમાં કિશોરીની છેડતી કરતો CCTVમાં કેદ: અમદાવાદ
સમગ્ર બનાવને પગલે ઉમા ટાઉનશીપના રહીશોમાં રોષ ભભૂક્યો હતો અને ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચ્યા હતા અને આરોપીઓ વિરૂધ્ધ કલમ 307 અને 326 મુજબ ગુનો નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિત લોકોએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ કરીને આરોપી અમૃતલાલ હરજીભાઈ કુંડારિયા, પ્રકાશ પ્રેમજીભાઈ ફૂલતરીયા, નીશીત અમૃતલાલ કુંડારિયા, તેશીફ મહેબુબ બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળિયો અબ્દુલ બ્લોચ અને અનવર મુશા ખુરેશી એમ છ આરોપીને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો- માછીમારના પાકિસ્તાન જેલમાં મૃત્યુ, એક જ ગામના 44 માછીમાર છે જેલમાં: ગીર સોમનાથ