Homeગુજરાતમોરબીટંકારાના સજનપર ગામે વોંકળા કાંઠે નસીબ અજમાવતા 6 પકડાયા

ટંકારાના સજનપર ગામે વોંકળા કાંઠે નસીબ અજમાવતા 6 પકડાયા

-

મોરબી ન્યુઝ : શ્રાવણ માસમાં મહાદેવના ભક્તો ભક્તિમાં વ્યસ્ત છે જ્યારે જુગાર (Gambling)ના શોખીનો પત્તા ટિંચવામાં વ્યસ્ત હોય તેમ લાગે છે. મોરબી જિલ્લા પોલીસ (Morbi Police) જુગાર અને દારૂ પર સતત ઘોંસ બોલાવી રહી છે. છતા પણ ટંકારામાં જાણે જાહેરમાં જુગાર રમાવનો પરવાનો હોય તેમ જુગાર ચાલતો હતો. પોલીસે ટંકારાના સજનપર ગામે દરોડો કરી 6 જુગારના આરોપીને પકડી પાડ્યા છે.

ટંકારા પોલીસે (Tankara Police) ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા સજનપર ગામ ખાતે દરોડો કર્યો હતો. સજનપરમાં ખંગારની ખાડી વોંકળાના કાંઠે જાહેરમાં જાણે જુગાર ક્લબ ચાલતી હોય તેમ આરોપીઓ નસીબ અજમાવી રહ્યા હતા. પોલીસે દરોડો કરી રૂપિયા 11,800ના મુદ્દામાલ સાથે કુલ 6 આરોપીને પકડી પાડ્યા હતા.

Tankara Police એ પકડેલા આરોપીઓ

  1. સુખાભાઇ કાનાભાઇ સાબરીયા
  2. વાલજીભાઇ મેરૂભાઇ અઘારા
  3. જીતેન્દ્રભાઇ મનજીભાઇ ભેસદડીયા
  4. લખમણભાઇ ધનજીભાઇ સુરેલા
  5. ઋષીરાજસિંહ અશોકસિંહ જાડેજા
  6. મગનભાઇ મુળજીભાઇ ચાવડા

વધુ વાંચો- મોરબીમાં 108 ફૂંટ ઊંચા રાષ્ટ્રધ્વજનું અનાવરણ

પોલીસે આરોપીઓ પાસેથી ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા જુદા-જુદા દરની ચલણી નોટો રોકડ રૂપીયા 11,800 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Must Read