Homeગુજરાતમોરબીમોરબીમાં 108 ફૂંટ ઊંચા રાષ્ટ્રધ્વજનું અનાવરણ

મોરબીમાં 108 ફૂંટ ઊંચા રાષ્ટ્રધ્વજનું અનાવરણ

-

મોરબી ન્યુઝ : દેશભરમાં હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી છે. સાથે જ હર ઘર તિરંગા અભિયાનને કારણે રાજ્ય જાણે તિરંગામયી બની ગયું છે. આ તકે મોરબીમાં 108 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ (Morbi 108 feet tall Flag) નું લોકાપર્ણ કરવામાં આવ્યું છે.

મોરબીના ઉમિયા સર્કલ (Umiya circle Morbi)ખાતે 108 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રધ્વજનું આજરોજ દેશના સ્વતંત્રતા પર્વ પર રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહન કુંડારીયાની ઉપસ્થિતીમાં અનાવરણ કરવામાં આવ્યું છે.

જાણો દેશના તિરંગા રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ અને રોચક માહિતી

મોરબીમાં 108 ફૂટ ઊંચા તિરંગા ધ્વજના લોકાર્પણ સાથે જ રૂપિયા 9 કરોડના વિકાસકાર્યોનું પણ ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. વિકાસકાર્યના ખાતમુહર્તમાં કન્યા છાત્રાલાય રોડ પર આવીલ સોસાયટીના રોડ તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહન તેમજ 6 હજાર એલઈડી લાઈટોનું કાર્ય સામેલ છે.

વધુ વાંચો- સરપંચે મહિલાને અર્ધ નગ્ન હાલતમાં માર માર્યાનો વિડીયો વાયરલ: સીતામઢી

સાથે જ ઉમીયા સર્કલ ખાતે નવરાત્રી મહોત્સવ સમિતિના સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 108 ફૂટ ઊંચા પોલ પર ફરકી રહેલા રાષ્ટ્રધ્વજ માટે અલાયદી લાઈટીંગ વ્યવસ્થાનું પણ આયોજન છે. આ રાષ્ટ્રધ્વજ દિવસ-રાત એટલે કે 24 કલાક લહેરાતો રહેશે.

આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Must Read