Homeગુજરાત108 ફૂંટ ઊંચી હનુમાનની પ્રતિમાનું આજે મોરબીમાં પ્રધાનસેવક મોદીના હસ્તે અનાવરણ

108 ફૂંટ ઊંચી હનુમાનની પ્રતિમાનું આજે મોરબીમાં પ્રધાનસેવક મોદીના હસ્તે અનાવરણ

-

મોરબી Morbi News Gujarati : દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી હર્ષોલ્લાસથી થઈ રહી છે. ત્યારે શુક્રવારના રોજ પ્રધાનસેવક કાર્યાલય તરફથી અપાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રધાનસેવક નરેન્દ્ર મોદી ગુજરાતના મોરબી ખાતે 108 ફૂંટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, હનુમાન આઇડોલ ઇન્સ્ટોલેશન સિરીઝ 108 Feet Hanuman Idol Install series ની પ્રથમ પ્રતિમા વર્ષ 2010માં ઉત્તર દિશામાં એટલે કે શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. પ્રધાનસેવક કાર્યાલય તરફથી જણાવાયું છે કે, દક્ષિણ દિશામાં રામેશ્વરમમાં સ્થાપિત કરવાની છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. દરમિયાન રામનવમીના દિવસે મધ્યપ્રદેશના ખરગૌનમાં થયેલી હિંસા બાદ હનુમાન જયંતીની શોભાયાત્રા માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Morbi News Gujarati/ 108 ફૂંટ ઊંચી હનુમાનની પ્રતિમાનું PM મોદીના હસ્તે અનાવરણ

પ્રધાનસેવક મોદી શનીવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતમાં હનુમાનની વિશાળ મુર્તિનું અનાવરણ કરશે. પ્રધાનસેલક કાર્યાલયે જણાવ્યા મુજબ ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ દેશની ચારેય દિશામાં એક-એક હનુમાનજી મહારાજની પ્રતિમા Hanuman Statue ની સ્થાપના કરવામાં આવશે. ત્યારે આ બીજી મુર્તી હશે જે પશ્ચિમ દિશાના વિસ્તારમાં સ્થાપિત થશે. આ વિશાળ પ્રતિમાં મોરબીના કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં મનસે (મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના) નેતા રાજ ઠાકરે પણ પુણેના વિખ્યાત હનુમાન મંદિર પર આરતી કરવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં લાઉડ સ્પિકર પર મસ્જીદોમાં અઝાન મામલે વિવાદો ચાલી રહ્યાં છે.

આજના ગુજરાતી સમાચાર આ રહ્યાં:

જાહેરમાં ક્રિકેટનો જુગાર ઝડપી પાડતી રાજકોટ પેરોલ ફર્લો સ્કવૉડ, 5 વિરૂધ્ધ કાર્યવાહી

માનવતાનું ઉદાહરણ: હિંસક માહોલમાં મુસ્લિમોની ઢાલ બની નિર્ભયતાથી લડી હિન્દૂ મહિલા

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...