મોરબી સમાચાર : મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવા ગયેલા યુવાન સાથે પોલીસના કથિત ગેરવર્તનનો મામલો ગરમાયો છે. ત્યારે આજરોજ યુવાનના સમર્થનમાં પટેલ સમાજના યુવાનોએ ડિવાયએસપી તેમજ અધિક કલેકટરને આવેદન આપ્યું હતું.
મોરબીના કેનાલ રોડ પર આલાપ પાર્કમાં રહેતા કોસ્મેટિકના વેપારી હિરેનભાઈ મનસુખભાઈ પટેલે જણાવ્યા મુજબ, કથિત રીતે રિલાયન્સ મોલમાંથી માલની ખરીદી કરવા માટે ત્યાંના મેનેજર સમયસિંગને કટકે-કટકે રૂપિયા 17.35 લાખ એડવાન્સ આપ્યા હતા. પરંતુ જનરલ મેનેજર વિમલભાઈ હાથીને મળતા તેમણે કહ્યું કે સ્ટોક હાજર નથી આ બોગસ બિલ છે.
વધુ વાંચો- રાજકોટમાં પશુને આપવામાં આવતા પ્રતિબંધિત ઈન્જેક્શન અને દવાનો જથ્થો પકડાયો

આ ફરિયાદ કરવા માટે ફરિયાદી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ત્યાં પીએસઓ એ તેમને પી.આઈ. પંડ્યાની ચેમ્બરમાં મોકલ્યા હતા. જ્યાં તેમને સમગ્ર બનાવની રજૂઆત કરતી પી.આઈ. ઉશ્કેરાઈ ગયા અને કથિત રીતે ગાળો આપી હતી. કથિત રીતે પી.આઈ.એ તેમને કેવા છો તેમ પુછતા ફરિયાદીએ જવાબ આપ્યો કે હું પટેલ છું. તો તેમણે કહ્યું કે એક-બે વીઘા વેચી નાખ આવી ફરિયાદ કરવા માટે આવવું નહીં. કથિત રીતે પીઆઈએ સમયસિંગએ દવા પીધી હોય અને તેનો ફરિયાદ કરશે તો તું ફિટ થઈ જઈશ તેવી ધમકી આપી હતી.
આમ સમગ્ર મામલે કથિત રીતે ઉદ્ધતાઈ ભર્યા વર્તન મામલે પટેલ સમાજના યુવાનોએ ડીવાયએસપી તેમજ અધિક કલેકટરને રજૂઆત કરી હતી.