Homeગુજરાતમોરબીમોરબીમાં બેંકનું ATM તોડીને ચોરીનો પ્રયાસ કરતા ચોરને પોલીસે દબોચ્યો

મોરબીમાં બેંકનું ATM તોડીને ચોરીનો પ્રયાસ કરતા ચોરને પોલીસે દબોચ્યો

-

Morbi News Update : મોરબીમાં ચોરી અને લૂંટ જેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન તેમજ ઘરફોડ ચોરીના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. ત્યારે હવે બેંકના એટીએમને તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રીના સમયે ખાનગી બેંકના એટીએમ (ATM Bank)ને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવાપર રોડ પર આવેલા એક્સીસ બેંકના એટીએમને રવિવારે મોડી રાત્રે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ઇસમે બેંકના બિલ્ડીંગમાં આવેલા એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. એ ડીવીઝન પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ દોડી ગઇ હતી.

વિડીયો- મોરબીમાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓના કાર્યક્રમ પહેલા કિસાન નેતા નજરકેદ ?

અહેવાલો પરથી મળતી વિગતો મુજબ, એટીએમમાં 15 લાખ જેટલી રકમ હતી, જે એટીએમ તોડવાના નિષ્ફળ પ્રયાસમાં બચી ગઇ છે. પોલીસે એક ઇસમને ઝડપી લીધો છે અને તસ્કર એટીએમ તોડવામાં નિષ્ફળ ગયો હોવાથી બેંકના 15 લાખ બચી ગયા હતા. આ ઘટનાને જોઇને અસામાજીક તત્વોના મનમાં કાયદાનો ડર નથી રહ્યો તેવુ લાગી રહ્યું છે.

વિડીયો- અલ્પેશ કથિરીયા અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ વિડીયોમાં જૂઓ શું થયું

Must Read